નથી ગમતું – રુસ્વા મઝલૂમી

કવિ શ્રી રુસ્વા મઝલૂમીને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ખૂમારીથી છલોછલ ગઝલ..!

****

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

14 replies on “નથી ગમતું – રુસ્વા મઝલૂમી”

 1. sandip bhimani says:

  વાહ! ખુબ સરસ!!

  ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
  મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

  અલ્ટિમેટ!

 2. જનાબ રુસ્વાસાહેબની ખુમારીથી તરબતર ગઝલ…
  દેખાવાખાતર દેખાવું નથી ગમતું…વાહ!

 3. Deepak says:

  Lajaab…bahut khub

  ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
  મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

 4. AMIT N. SHAH. says:

  rusva saheb no bijo ek khumari sabhar sher

  MOHTAJ NA KASHA NO HATO , KON MANSHE
  MARO YE EK JAMANO HATO , KON MANSHE

 5. વાહ… વાહ… સરસ ગઝલ !! બધા જ શેર ગમી જાય એવા છે…

 6. ashwin shah says:

  બેમિસાલ માનવિનિ ખુદારિ, ખુમારિ અને ગરિમા હોય તો આવાજ જોઇયે રુસ્વા મઝ્લુમિને બન્ને હાથે સલામ

 7. Ullas Oza says:

  ખુમારી-યુક્ત શાનદાર ગઝલ.
  આવી ખુમારીથી કેટલા જીવે છે ? જીવીઍ તો જીવન ધન્ય થઈ જાય.
  કવિશ્રીને જન્મદિને યોગ્ય શ્રદ્ધાંજલી.
  આભાર.

 8. જયેન્દ્ર ઠાકર says:

  જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
  ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

  મઝલૂમીભાઈની ગઝલ ખુમારી ભરેલી છે. શબ્દો દાદ માગે છે!

 9. ram lakhani says:

  Kya hua jo tere mathey peh hein sajdon ke nishaan

  Koi aisa sajda bhi kar, jo zameen peh nishaan chorr jaye

 10. Maheshchandra Naik says:

  જીવન ઝિંદાદિલીથી જીવી જવુ અને કરગરીને જીવવુ એના કરતા ફ્કીરી હાલમા પણ રહી કેવી મસ્તી અનુભવી એની જ મઝા છે એની સરસ રજુઆત કરતી ગઝલ, રુસ્વા સાહેબને સલામ……….

 11. Himanshu Trivedi says:

  Waah! Aafreen Rusva saheb. Shukriya.

 12. Ketan says:

  ફકીરી હાલ માં છું મસ્ત, કરગરવું નથી ગમતું…

  ખરેખર ખુબ જ સુન્દર ગઝલ છે………

 13. praful patel says:

  બહુજ્ સરસ્ સહેબ્,કવિ હ્રદયસ્થ જ હોય્…

 14. tansukh mehta says:

  સુન્દર ઘઝલ મન્મા રમતિ કલ્પના સાકર થૈયે આભર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *