નથી ગમતું – રુસ્વા મઝલૂમી

કવિ શ્રી રુસ્વા મઝલૂમીને આજે એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ખૂમારીથી છલોછલ ગઝલ..!

****

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

14 replies on “નથી ગમતું – રુસ્વા મઝલૂમી”

  1. સુન્દર ઘઝલ મન્મા રમતિ કલ્પના સાકર થૈયે આભર્

  2. ફકીરી હાલ માં છું મસ્ત, કરગરવું નથી ગમતું…

    ખરેખર ખુબ જ સુન્દર ગઝલ છે………

  3. જીવન ઝિંદાદિલીથી જીવી જવુ અને કરગરીને જીવવુ એના કરતા ફ્કીરી હાલમા પણ રહી કેવી મસ્તી અનુભવી એની જ મઝા છે એની સરસ રજુઆત કરતી ગઝલ, રુસ્વા સાહેબને સલામ……….

  4. જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
    ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

    મઝલૂમીભાઈની ગઝલ ખુમારી ભરેલી છે. શબ્દો દાદ માગે છે!

  5. ખુમારી-યુક્ત શાનદાર ગઝલ.
    આવી ખુમારીથી કેટલા જીવે છે ? જીવીઍ તો જીવન ધન્ય થઈ જાય.
    કવિશ્રીને જન્મદિને યોગ્ય શ્રદ્ધાંજલી.
    આભાર.

  6. બેમિસાલ માનવિનિ ખુદારિ, ખુમારિ અને ગરિમા હોય તો આવાજ જોઇયે રુસ્વા મઝ્લુમિને બન્ને હાથે સલામ

  7. rusva saheb no bijo ek khumari sabhar sher

    MOHTAJ NA KASHA NO HATO , KON MANSHE
    MARO YE EK JAMANO HATO , KON MANSHE

  8. Lajaab…bahut khub

    ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
    મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

  9. વાહ! ખુબ સરસ!!

    ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
    મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

    અલ્ટિમેટ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *