પતંગિયાએ ઘર કર્યું હતું – મનોજ ખંડેરિયા

આજે માણીએ મનોજ ખંડેરિયાના આ જાદુભર્યા શબ્દો… અને કલ્પકભાઈનું એવું જ મઝાનું સ્વરાંકન..!!

*******

સ્વર અને સ્વરાંકન :- કલ્પક ગાંધી
આલ્બમ :- શાલ્મલિ

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

9 replies on “પતંગિયાએ ઘર કર્યું હતું – મનોજ ખંડેરિયા”

  1. મને નીચે પ્ંક્તિ બહુ ગમિ
    ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

  2. આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
    ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

    આ પક્તિ મારા મોન ને આત્મસાત જાણે કરી ગઇ

  3. આ વાત ખરિ , કહેવુ પદે , મનોજ્ ભૈ , ભૌ સરસ મુલકત કર્વિ આપિ, પતન્ગિનિ શએ , અને સબ્દો નિ માયજલ તો નજ કહિ સક્ય

  4. બેન જયશ્રી,

    શબ્દ,સુર અને સન્ગીતનો સમનવય આ રચનામાં થયો છે. કલ્પક ગાંધીને ખુબ ખુબ અભિનંદન !!
    જયશ્રી અને અમિત, તમે દુનિયામાં પથરાયેલા અનેક
    કાવ્યપ્રેમી અને સંગીતપ્રેમીઓના દિલ ડોલાવી દો છો તમારી અમોલ સેવાથી, આપનો
    ખુબ જ આભારી…

    દિનેશ ઓ.શાહ, સરફેસ સાયન્સ અને નેનોટેકનોલોજી સેન્ટર,
    ધર્મસિંહ દેસાઈ યુનીવરસીટી, નડીયાદ,
    ગુજરાત, ભારત

  5. મને નભ નીલું નીલું ભસતુ હતું,
    તને કેમ સઘળુ રંગબેરંગી ?
    જરુર તારા બિલુનમા નયનોમાં,
    પતંગિયાએ પડાવ નાંખ્યો હશે.
    નભમાં વાદળીયો આમતેમ દોડતી હતી,
    જાણે હવામાં પક્ષીઓના પીછાં તરતાં હતાં.
    ધરા પર પીળા પાંદડાં ફફળતાં હતાં,
    પણ,તરુઓની ડાળિયો પર કૂંપળો
    ડોકિયાં કરતી હતી,
    જરુર વસંત બિલ્લીપગે આવતી હશે.
    વૃક્ષોના પોલાણમાં પંખી યુગલ ડોકિયાં કરતુ હતુ,
    જરુર તારા આગમન સાથે વસંતનાં વધામણાં કરતુ હશે.
    સન્ત શુ કરે?મૌન સાધી બેસી ગયો,
    તમારી આંખોમાં આંખો પરોવી ખોવાઇ ગયો.

  6. કવિશ્રી મનોજ ખંડેરિયાની સુંદર રચના અને કર્ણપ્રિય સ્વરાંકન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *