આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

This text will be replaced

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

21 thoughts on “આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

 1. K

  જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
  આંખોમાં છલકતો કૈફ હશે…..

  ગાયકી પણ સરસ……

  Reply
 2. kalpana Pathak

  સરસ. મનગમતુઁ આશ્વાસન મળે તો આરામ મળે. આભાર.

  Reply
 3. Maheshchandra Naik

  શ્રી અમર પાલનપુરી મારા સુરતના અને મારા સ્નેહી હોવાથી સીડી-રેકોર્ડીગ મને પ્રાપ્ત થયુ હતુ એટલે આજે ફરીથી સાંભળવા મળતા આનંદ થઈ ગયો, સ્રરસ સ્વરાંકન, સરસ ગાયકી, અને ગઝલ તો સરસ જ છે…. આપનો આભાર

  Reply
 4. Kuntal Shah

  જ્હે માર્ગ મા માર્યો ત મુજને એ માર્ગ પર મારુ નામ હશે.
  વાહ અમરભાઈ.

  Reply
 5. Rutvik

  હો નર્ક જ મરુ ધામ ભલે પન સ્વર્ગ મા મ્રારુ નામ હસે.Superb.

  Reply
 6. HiteshGhazal

  આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
  બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
  વાહ વાહ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *