શ્વાસ લીધો નહીં હવામાંથી,
હું વિખૂટો પડ્યો બધામાંથી.
બારીએથી મેં વિશ્વ જોયું છે,
ઓસરી જોઈ બારણામાંથી.
કંઈ અકસ્માત જેમ બનવાનું,
કંઈ નહીં થાય શક્યતામાંથી
આભમાંથી પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ઘરામાંથી.
એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી
– ભરત વિંઝુડા
ના ચાલે, ઉતરતી કક્ષાની રચના…
kavi ni ek sunder rachna badal hrdaye na abhinandan ati sunder rachna
સરસ
સરસ,
એક સુખ નીકળ્યુ કવીતાનુ,
આપણી આ બધી વ્યથામાંથી,
કેટ્લુ મોટુ સુખ…કવીતાનુ,
તો તો વ્યથા સારી જો આવુ સુન્દર સર્જન થતુ હોય તો,
સરસ.
વાહ ! સરસ્.
બહુ જ સરસ !!!
છેલ્લો શેર મજાનો….
અને વ્યથાની કવિતા થઈ જાય તો પછી એ વ્યથા રહે ખરી ?
એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી !!
વાહ કવિ, વાહ!
સરસ
હમાણાં જ ‘વેબ-મહેફિલ’ પર ભરતભાઈની સુંદર ગઝલ વાંચી અને અહીં પણ એમની જ વધુ એક વ્યથામાંથી નીપજતી ગઝલ (કવિતા) માણવા મળી!
સુધીર પટેલ.