પિયુ આવો.. ઉરમાં સમાવો – નીનુ મઝુમદાર

સ્વર: રાજુલ મહેતા
ગીત-સંગીતઃ નીનુ મઝુમદાર
ચિત્રપટઃ ઓખાહરણ (૧૯૭૫)

This text will be replaced

પિયુ આવો, ઉરમાં સમાવો,
આવો આવો, ઉરમાં સમાવો

અંગે અંગો તમને પૂકારે,
સૈંયા આવો ઉરમાં સમાવો,

તનડું ડોલે ને ડોલે યૌવન નૈયા
પાયલ બાજે મોરી છનનન છૈયાં

જનમોજનમની પ્રીતિ પ્રીતમ જગાવો
પ્રેમથી ભરી દો જીવન અમી વરસાવો

સૈંયા આવો ઉરમાં સમાવો…

અર્પણ કરું છું તમને ભવોભવ સારા
સાગરે સમાઈ જેવી સરિતાની ધારા

ઉમંગોની ગૂંથી માળા લિયો કંઠ ધારી
સર્વ અભિલાષા આજ પૂર્ણ કરો મારી

સૈંયા આવો ઉરમાં સમાવો…

*****
(આભાર – માવજીભાઇ.કોમ)

8 replies on “પિયુ આવો.. ઉરમાં સમાવો – નીનુ મઝુમદાર”

 1. Ullas Oza says:

  ઉમંગોને ઉરમા સમાવતું કે જગાવતું !!
  સુંદર પ્રેમ-ગીત.

 2. ખૂબજ સરસ ભાવસભર રચના, અને ગાયકી. ગમ્યું.

 3. damini says:

  ખુબ સરસ રચના.

 4. Maheshchandra Naik says:

  સરસ ચિત્રપટ રચના, પહેલી જ વાર સાંભળી, આભાર….

 5. Ravindra Sankalia. says:

  નીનુ મઝુમદાર મારા ગમતા ગીતકાર અને સ્વરાનન્કન આપનાર કવિ. રાજુલ મેહતાના કન્ઠે સાન્ભળવાની મઝા પડી.

 6. Bhaumik Vora says:

  Waah….Ati saras….

 7. સંજય પેઈન્ટર says:

  ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *