મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જહા

સ્વર – સંગીત : સોલી કાપડિયા

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)
હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૨)

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…

મંદિરના ખોબામાં ઊભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું
અધરાતે જન્મોનો ખોળ્યો ઊકેલ કશું કાન જેવું આભમાંથી ઝમતું
ભીની નજર મારી મોરલીની ધાર તેમાં રાધાની વારતા કરતી …
મેળાનું નામ ના પાડો…(૨) તો સારું કે મારામાં મેળાની ભરતી
મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી..(૨)

હો..હો..હો…. હાલો રે હાલો મેળે જઈએ(૮)

–ભાગ્યેશ જહા

( આભાર – પ્રાર્થનામંદિર)

5 replies on “મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જહા”

 1. Anila Amin says:

  મેળાને સરનામુ નહી છતાય બધા મેળામા મળી જાય. મેળામા ભીડ, અવાજ, મસ્તી

  સાથે માનવ મહેરામણ ઉભરાય તોય આપના અને સોલીના અવાજની કોમળતા- મ્રુદુતા હ્રુદયને

  સ્પર્શીજાયછે.સામ્ભળવાની મઝા આવી ગઈ.

 2. K says:

  સ્વર ,સંગીત ..સોલી કાપડિયા…સરસ..

 3. આ એક સારિ વેબસાઈટ ચે.

 4. igvyas says:

  ખુબ સરસ રચના અને સ્વરાંકન.આફ્રિન.

  આ ખુબ ગમ્યું.

  મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણા જાણે ચીડમાં,
  માણસની જાત એના સગા ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં,
  મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી..
  મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…
  ભાગ્યેશભાઈને અભિનંદન.

 5. desur ahir says:

  મેળાને હોય નહીં મંદિરનું સરનામું મેળો તો મળવાની ધરતી…
  જયસોમનાથ અભિનંદન. દેહુર આહિર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *