મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આવતી કાલે – ૨૮ ઓકટોબર, ૨૦૧૦ ના દિવસે કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ એનાયત થશે.. એ પ્રસંગે એમને આપણા સર્વે તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ.. ! અને સાથે એમની આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટના સ્વર-સંગીત સાથે..!!

અને હા.. અમદાવાદના મિત્રોને ખાસ આમંત્રણ છે કાર્યક્રમમાં હાજરી આપવા માટે… વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..!

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

(છે આ ‘ઈર્શાદ’ તો…….  )

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

19 replies on “મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’”

 1. પ્રિય ચિનુભાઈને મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.શિકાગોના સબર્બ શામબર્ગમાં અશરફ ડબાવાલાના ઘરના વિશાળ બેઝમેન્ટમાં થયેલી મહેફિલોમાં ચિનુભાઈને ગઝલ-પઠન કરતા સાંભળવાનો લહાવો આ લખનારને મળ્યો છે.
  –ગિરીશ પરીખ
  મોડેસ્ટો કેલિફોર્નિયા

 2. ચાંદ સૂરજ. says:

  આવતી કાલે – ૨૮ ઓકટોબર, ૨૦૧૦ ના દિવસે કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ થી નવાજવામાં આવનાર છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ !

 3. bhanu chhaya says:

  સુન્દર ગઝલ સામ્ભલ્વા નો મોકો મલ્યો . આભાર

 4. dipti says:

  શ્રી ચિનુ મોદીને ખૂબ ખૂબ અભિનંદન …

  થયું: હાશ સારું કે છે તો ખરો,
  ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

  ખૂબ સરસ અને સાચી વાત કહી..

 5. Sandhya Bhatt says:

  પ્રશંસાને ધરવાનો મોકો મળ્યો,ને સૂરોમાં તરવાનો મોકો મળ્યો. આપણા લાડીલા ગઝલકાર ચીનુ મોદીને અભિનંદન.

 6. Vijay Shah says:

  અભિનંદન્.
  પ્રભુ આપને શતાયુ બનાવે
  ગુર્જર નાટ્ય અને ગઝલ ક્ષેત્રે આપ હજી વધુ કાર્યરત રહો તેવી શુભેચ્છાઓ

 7. Mukund Desai'MADAD' says:

  સુન્દર ગઝલનેી સુન્દર ગાયકેી.

 8. Sunil Chauhan says:

  વાહ: શ્રી ચિનુ મોદી ની કલમે કમાલ કરી
  શબ્દો ને ગઝલ થવા નો મોકો મળ્યો!

 9. P Shah says:

  એક અદના ગઝલકારને સલામ !

 10. Mehmood says:

  સરસ વાત કરવાનો મોકો મળ્યો…. સુદંર ગઝલ..

 11. neeta says:

  અભિનંદન્.

 12. Mayank Shah says:

  ખુબ ખુબ અભિનન્દન ……

 13. એવોર્ડ માટે ખુબ અભિનંદન અને કુશળ સ્વાસ્થ્ય સહિતના દીર્ઘાયુની શુભ કામના.

 14. Mahendra Mehta says:

  વન્દનિય ચિનુભાઇ ને અમરા પ્રણામ્ અને અભિનન્દન્

  મહેન્દ્ર-મિરા

 15. Parag Gandhi says:

  ગઝલના બાદશાહને કોટી કોટી વંદન અને અભિનંદન. વાહ ઉસ્તાદ!

 16. Ullas Oza says:

  ‘ઈર્શાદ’ તો ગઝલને ઠરીઠામ થવા દે તેમ નથી તે તો તેને અને સૌને થનગણાટ કરાવે છે.
  કવિ શ્રી ચિનુભાઈને અભિનંદન.

 17. rajeshree trivedi says:

  મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
  બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

  થયું: હાશ સારું કે છે તો ખરો,
  ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

  ઇર્શદ–ઈર્શાદ——ઈર્શાદ
  ાભિનઁદન………

 18. Maheshchandra Naik says:

  કવિશ્રીને શુભકામનાઓ અને જન્મદિવસની વધાઈ, જુગ જુગ જીયો, સરસ ગઝલ, સરળ શબ્દો,સરસ વાત કરી દીધી અને શ્રી અમરભાઈના સ્વરમા માણવાનો મોકો મળ્યો,કવિશ્રીને, સ્વરકાર/ગાયકને હેત કરવાનો ઝાંઝવાનો સતત અનુભવ થાય એવા પ્રદેશમા જીવવાનો મોકો મળ્યો, સૌનો આભાર

 19. Mukul Jhaveri says:

  ચિનુભૈ મોદિને હાર્દિક અભિનન્દન. નામ બરાબર લખાયુ નહિ તે બદલ દિલ્ગિર. ઇનતર્નેતનિ વિચિત્રતા !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *