મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આવતી કાલે – ૨૮ ઓકટોબર, ૨૦૧૦ ના દિવસે કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ એનાયત થશે.. એ પ્રસંગે એમને આપણા સર્વે તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ.. ! અને સાથે એમની આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટના સ્વર-સંગીત સાથે..!!

અને હા.. અમદાવાદના મિત્રોને ખાસ આમંત્રણ છે કાર્યક્રમમાં હાજરી આપવા માટે… વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..!

સ્વર – સંગીત : અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

(છે આ ‘ઈર્શાદ’ તો…….  )

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

19 replies on “મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’”

  1. ચિનુભૈ મોદિને હાર્દિક અભિનન્દન. નામ બરાબર લખાયુ નહિ તે બદલ દિલ્ગિર. ઇનતર્નેતનિ વિચિત્રતા !!!

  2. કવિશ્રીને શુભકામનાઓ અને જન્મદિવસની વધાઈ, જુગ જુગ જીયો, સરસ ગઝલ, સરળ શબ્દો,સરસ વાત કરી દીધી અને શ્રી અમરભાઈના સ્વરમા માણવાનો મોકો મળ્યો,કવિશ્રીને, સ્વરકાર/ગાયકને હેત કરવાનો ઝાંઝવાનો સતત અનુભવ થાય એવા પ્રદેશમા જીવવાનો મોકો મળ્યો, સૌનો આભાર

  3. મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
    બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

    થયું: હાશ સારું કે છે તો ખરો,
    ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

    ઇર્શદ–ઈર્શાદ——ઈર્શાદ
    ાભિનઁદન………

  4. ‘ઈર્શાદ’ તો ગઝલને ઠરીઠામ થવા દે તેમ નથી તે તો તેને અને સૌને થનગણાટ કરાવે છે.
    કવિ શ્રી ચિનુભાઈને અભિનંદન.

  5. ગઝલના બાદશાહને કોટી કોટી વંદન અને અભિનંદન. વાહ ઉસ્તાદ!

  6. વન્દનિય ચિનુભાઇ ને અમરા પ્રણામ્ અને અભિનન્દન્

    મહેન્દ્ર-મિરા

  7. એવોર્ડ માટે ખુબ અભિનંદન અને કુશળ સ્વાસ્થ્ય સહિતના દીર્ઘાયુની શુભ કામના.

  8. વાહ: શ્રી ચિનુ મોદી ની કલમે કમાલ કરી
    શબ્દો ને ગઝલ થવા નો મોકો મળ્યો!

  9. અભિનંદન્.
    પ્રભુ આપને શતાયુ બનાવે
    ગુર્જર નાટ્ય અને ગઝલ ક્ષેત્રે આપ હજી વધુ કાર્યરત રહો તેવી શુભેચ્છાઓ

  10. પ્રશંસાને ધરવાનો મોકો મળ્યો,ને સૂરોમાં તરવાનો મોકો મળ્યો. આપણા લાડીલા ગઝલકાર ચીનુ મોદીને અભિનંદન.

  11. શ્રી ચિનુ મોદીને ખૂબ ખૂબ અભિનંદન …

    થયું: હાશ સારું કે છે તો ખરો,
    ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

    ખૂબ સરસ અને સાચી વાત કહી..

  12. આવતી કાલે – ૨૮ ઓકટોબર, ૨૦૧૦ ના દિવસે કવિ/ગઝલકાર શ્રી ચિનુ મોદીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ થી નવાજવામાં આવનાર છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ !

  13. પ્રિય ચિનુભાઈને મારાં શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.શિકાગોના સબર્બ શામબર્ગમાં અશરફ ડબાવાલાના ઘરના વિશાળ બેઝમેન્ટમાં થયેલી મહેફિલોમાં ચિનુભાઈને ગઝલ-પઠન કરતા સાંભળવાનો લહાવો આ લખનારને મળ્યો છે.
    –ગિરીશ પરીખ
    મોડેસ્ટો કેલિફોર્નિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *