પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ

આજે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના જન્મદિવસ. તો આપણા સૌ ના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!! 🙂

સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – આપણા legendary સ્વરકાર શ્રી અતુલ દેસાઇના સ્વર-સ્વરાંકન સાથે :

.

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

12 replies on “પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ”

  1. મને ખૂબ ગમતી ગઝલને શ્રી અતુલ દેસાઈએ દિલથી સ્વરબદ્ધ કરી છે. જાણે સાંભળ્યા જ કરીએ.

    માલકૌઁસ આધારિત છે?

  2. ખુબ સરસ રિતે ગાયુ….ખુબ ખુબ અભિનન્દન્…..શબ્દો પણ અતિ સુન્દર….

  3. જન્મદિન મુબારક…બાપુ.

    આફ્રિન આફ્રિન,ક્યા બાત હૈ.મઝા આવી ગઈ.આપને એક જબરી સલામ.

  4. જન્મદિન નિ શુભકામના હ્રદય થિ…….દિલ થિ —

  5. aaj na janmdivase 1 rushi ne apne su mubarak badi api a.matra hrady ne zukavi salam api iswar ne vinnati kari ak em na thaki gujarati bhasha ni vasundhara hari bhari rahe.

  6. સાવ અલગ આ જાત કવિને એક એવી ઊઁચાઈએ ઊભા કરી દે છે જ્યાઁ ફૂલ ફોરમ,દીવાની શગ જેવો સૌમ્ય પ્રકાશ અને દિવ્યલોકની અનુભૂતિ કાવ્યરુપે અવતરે છે.
    મારા પ્રિય કવિને હાર્દિક્ શુભેચ્છાઓ.અતિ સુઁદર ગઝલ શાસ્ત્રીય સ્વરાઁકન અને અતુલભાઇના સ્વરમાઁ જામી.

  7. Wishing long life to Shree Rajendra Sukla
    Enjoyed the classical song by Atul desai
    Is it in Rag Malhar?

  8. શતમ જીવ શરદ

    કવિ શ્રી ખૂબ ખૂબ જીવે અને કાવ્યોનું રસપાન આમ જ કરાવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

  9. કવિ શ્રી રાજેન્દ્રભાઈને જ્ન્મદિન મુબારક.
    સાજનની સોગાત અને સુગંધ ભરી મહેક્તી ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *