મારી ભીનાશ ક્યાંય તને અડી ન જાય – જવાહર બક્ષી

sf-fog1.jpg

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

16 replies on “મારી ભીનાશ ક્યાંય તને અડી ન જાય – જવાહર બક્ષી”

  1. એક અદભૂત સંવેદનશીલ કવિ અને સરસ વ્યક્તી.

  2. …થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
    તારા અભાવને કહે આંખ સુધી ન જાય….

    ..તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
    મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય…

    પરોઢિયે છવાયેલ ધુમ્મસ….Abu ni ke koi hill station ni saras savar…

  3. No arguments! Just listen!

    તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
    તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

    ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
    તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય..

  4. મારી ભીનાશ ક્યાંય તને અડી ન જાય – જવાહર બક્ષી સાહેબ ચિત્રકાર ને પણ દાદ આપવી પડે…….વાહ ક્યા બાત હૈ….
    શબ્દો નુ ચિત્રણ કેન્વાસ પર…..

    ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું

    તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
    મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

    બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
    આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

  5. ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
    તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય્

    સરસ અભિગમ..

  6. ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
    તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

    wondeeful !!

  7. તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
    તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

    વાહ વાહ

  8. કવિએ શરુઆત થિજ ભય પ્રગટ કરિ દિધો … અને ગઝલ આપ મેળેજ લખાઈ ગૈ!!

    વાહ જવાહર સાહેબ!

  9. પરોઢિયે છવાયેલા ધુમ્મસમાં રહેલ તાજગી જેવી તરોતાજા…….!!

  10. ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
    તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

    નવી વાત અને નવો અંદાજ..

    થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
    તારા અભાવને કહે આંખ સુધી ન જાય

    આ અંદાજમાં આ વાત ગમી ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *