( મરીઝ – જન્મ : 22-2-1917 , અવસાન : 19-10-1983 )
સ્વર : મન્ના ડે
( ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં… )
.
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.
માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.
આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.
ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.
મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
મને મન્ના ડે નો અવાજ – પ્લે બટન નથી દેખાતુ – ઓન્લી “This text will be replaced”
This will be fixed soon.
ખુબ જ સરસ….આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ…..
વાહ મરિઝ સાહેબ વાહ.!! ગઝલની દુનિયાના બેતાજ બાદશાહ. લાખ લાખ સલામ. ભારત છોડી અહિં આવ્યા બાદ બધું યાદ આવે છે. ઉમાકાન્ત વિ.મહેતા. ટૉટૉવા. ન્યુ. જર્સી.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરેીઝ સાહેબ , માઈન્દ બ્લોઈન્ગ ગઝલ સમ્રાટ ચ્હે.
મરિઝ સહેબે પોતના જિવન નિ વ્યથા ને ગઝલ મા રજુ કરિ ચ્હે.
હમના તેમના જિવન નિ કરુન્તા વિસે જાન્વા મલ્યુ તો આખો માન્થિ આન્સુ આવિ ગયેલા.
સૌ ગઝલ પ્રેમીઓને વિનંતિ
‘મરીઝ’ નુ નામ લેતા ‘મરીઝ સાહેબ’ કહેવું અને કાનની બુટ પકડવી.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
sir, maja aavi gai…
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
મરિઝ નિ આ એક ગઝલ પર ફિઆ થઇ ગયા …
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ………..
ખુબજ સુન્દર ગઝલ …વાહ મજા આવિ ગૈ આમ પન હુ મરિઝ સાહેબ નો ચહક પન આ ગઝ્લ અહિ પહેલિ વાર જ વાચિ અને અનુભવિ….આભાર
love mariz saab…..
જુગ જુગ જીવો મરિઝ સાહેબ..!!!!!
[…] ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.
“ગઝ્લ આ ને કેહવાય્……… ”
હ્રિદય મા સ્પન્દનો વીના આ શબ્દો સમજ્વ શક્ય નથી…અન્તર ની ભિનાશ અને મન મા થાયે હાશ્…!
આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
What an excellent Gazal! I wish all the stanzas had been included in the recital.
દિલ અભી તો ભરા નહીં
True very true Gr8 ghazal
વાહ મરિઝ સાહેબ વાહ્!!!!
ખુબ સરસ ગઝલ
કેટલી સાચી વાત છે…
હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.
It’s very nice ghazal.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
આભાર. લેવા ગયો જો પ્રેમ તો વ્યહવાર પણ ગયો શોધતો હતો. કોઇને મળે તો જરૂર વહેંચજો
આભાર જયશ્રી…
વાહ… !
અલભ્ય રચના !
મન્ના ડે ના સ્વરમાં !
વાહ મરિઝ સાહેબ વાહ્!!!!
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
http://www.searchgujarati.com
ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
—
એકદમ ખરું કહ્યું, ભગવાન તો મુસીબત અથવા જરૂરિયાત માં જ યાદ આવે ને… સુંદર ગઝલ…. મજા આવી ગઈ…
આભાર જયશ્રી બેન…
સદાબહાર ગઝલ…
Great Gazal !!
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ
મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.
એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.
આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.
सचमुच यादगार गजल ….
I attended performance of Mariz at Pruthvi theater.His life is presented by medium of various occasions which prompted the poet to recite.This performance was exceptional.It was housefull
,though, this is being performed all through 18 months.
મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
– એક શેર પર સો ગઝલ કુરબાન કરી શકાય એવો શેર !