સઘળા છે ઝાળ ઝાળ તમારા શહેરમાં!
કોને કહું : ‘પલાળ…’ તમારા શહેરમાં!
બેસી અને એકાદ જ્યાં ટહુકો મૂકી શકું,
એવી મળી ન ડાળ તમારા શહેરમાં
હું એક પછી એક બધા ઓઢતો ફરું –
જે જે મળે છે આળ તમારા શહેરમાં.
ફૂટપાથિયા પરિચયોની ભીડમાં મને
મારી રહી ન ભાળ તમારા શહેરમાં.
તમને-નગરને સાવ અનુરૂપ છું હવે
ઉલાળ ના ધરાળ તમારા શહેરમાં!
– કરસનદાસ લુહાર
વાહ ! બહુ સરસ ! કોઈ કાવ્ય સંગ્રહ ખરો ?
સુંદર ગઝલ… ટહુકો ગમ્યો…
વહ ખુબ સાસ … સિદ્ધ કવિ આપણા