રે મન, ચાલ મહોબ્બત કરીએ… – હરીન્દ્ર દવે

wave 

રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને
દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત
એક સ્મિત દઇ લઇ લઇએ

પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.

દુનિયાની તસવીર ઉઘાડી
આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર
પીવડાવી દે, પી લે

જીવનનું પયમાન ઠાલવી દઇ શૂન્યતા ભરીએ.

9 replies on “રે મન, ચાલ મહોબ્બત કરીએ… – હરીન્દ્ર દવે”

  1. harshad jangla
    “PAYMAN” IS “cup”
    REMEMBER THE SONG FROM FILM “UPKAR”
    PINE WALE KYA JANE PAYMANO PE KYA GUJARI HAI.
    RGARDS,
    MUKESH

  2. રહી રહીને દિલ દર્દ ઊઠે ને
    દોસ્ત મળે તો દઇએ
    કોઇની મોંઘી પીડ ફક્ત
    એક સ્મિત દઇ લઇ લઇએ..વાહ્.વાહ્..

  3. રે મન, ચાલ મહોબ્બત કરીએ
    નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે…

    કોઇની મોંઘી પીડ ફક્ત
    એક સ્મિત દઇ લઇ લઇએ…..

    વાહ્!

  4. Vivek is right in one more way too, gamtu male to gunje na bhariye,,,, really jayshree ne gamtu male to gunje a bhari ne , she shares it with us all.

  5. હ.દ. નું વધુ એક અનોખું કાવ્ય.

    પયમાન શબ્દ નો અર્થ કોઈ કહેશો?

    • પયમાન શબ્દ નો શુધ્ધ અર્થ માપ કે અંગ્રેજી માં જેને સ્કેલ કહી શકાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *