કવિ શ્રી સ્નેહરશ્મિની પૂણ્યતિથિ પર એમનું આ ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
સ્વર : પરાગી પરમાર
સ્વરાંકન : ?
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘
આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ અને પ્રાર્થના મંદિર
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…
વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)
જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં…
ખરેખર….ઘણે વખતે આવી સુંદર રચના સાંભળવા મળી…સ્વરાંકન સૌથી ઉત્તમ…પછી કવિતા અને સાથોસાથ શ્રાવ્ય સ્વર…વાહ ભાઈ વાહ્…
મોક્ષિકા ને આ ખુબજ ગમયુ.
સુંદર રચના અને મજાનું સ્વરાંકન…
ટહુકો વધુને વધુ કર્ણમધુર થતો જાય છે… અભિનંદન, દોસ્ત!!!
મધુર અને કર્ણપ્રિય સંગીત.
ફાટ ફાટ થાતા જોબનના તોરમાં…મનને બહેકાવે તેવા શબ્દો..રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટની યાદ આવી ગઈ..!!
કવિ શ્રી સ્નેહરશ્મિની પૂણ્યતિથિ પર એમનું આ સુંદર ગીત
મધુર સ્વરમા સાંભળી શ્રધ્ધાંજલી
કવિ શ્રી સ્નેહરશ્મિની ખૂબજ સુન્દર રચના. ખરેખર આથી વિશેષ શ્રધ્ધાંજલિ બીજી શું હોઇ શકે?
ઉતમ સ્વરાક્ન , ઉતમ સગેીત , સબ્દોનિ દુનિયા રચાઈ ગઈ ,કાન્ મહેઇ , ફાલિ રહિ ……….ધન્ય વાદ , હર્દિક અભિનદ્મન્દન .,આ ગેીત ના રચેતા , સન્ગેીત્કર , અને જય્શ્રેીબેન અને ………………………………………………….સર્વે મિત્રોને …..આજ વાત મારે રજ્જુ કર્વિ ….મારા સબોપ્રેમિ મિત્રો ને ………………………….