પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !
બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી
જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.
– ઉશનસ્
આ સોનેટ વધારે વહાલુ એટલે લાગે કે એ મન્દાક્રાન્તા છન્દ મા છે એટલે, યોગ્ય સોનેટ ને યોગ્ય છન્દ મળી જાય એટલે જાણે જાદુ થઈ જાય, ઉશનસ ના સોનેટ ની આજ ખાસિયત છે,,
ઘણો આનન્દ આવ્યો વાચી ને.
સુનદર રચના ભિન્જાઈ ગયા …વરસાદ વગરના
સુન્દર વરસાદિ ગિત
ખૂબ જ સુંદર સૉનેટ…
વર્ષા પછીની પ્રકૃતિનું અદભુત વર્ણન…
સુંદરતમ વર્ષા કાવ્ય!પહેલા વરસાદ પછીનું પ્રક્રુતીનું સુંદર વર્ણન!
પહેલિ હેલીએ પ્રક્રુતિને સૌઁદર્યવાન બનાવી ને તેનુઁ રસપાન મધુરુઁ લાગ્યુઁ.
વાહ ખુબ સુન્દેર રચના
સરસ વરસાદી ગીત, શ્રી ઉશનસ સાહેબને સલામ………
સરસ…અતિ….સરસ
સુંદર વર્ષા કાવ્ય.
પહેલી હેલી પછી આળસ મરડી બેઠી થતી માદકતા, આભનો ઉઘાડ, વસુંધરાનો રસથાળ અને ધીમે ધીમે ઉઘડતી ભાતીગળ યાદનું ઉર્ધ્વિકરણ…