હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો…

પપ્પાની જુની કેસેટોમાં સાંભળેલા આમ તો બધા જ ગીતો ફેવરિટ છે… પણ આ ગીત તો એમાં અમને બધ્ધાને ખૂબ જ ગમતું. (બરાબર ને ભાઇ? 🙂 )

Happy Birthday Pappa..!!

સ્વર ?
સંગીત ?
કવિ ?

.

હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો,
ભાગનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો
તું લાગે છે તો સુધરેલો, મોટા ઘરથી તગડેલો,
ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર બગડેલો

તારું મુખડું તને બતાવું ફાડી દિલનો ડગલો હોં…
ફાડી દિલનો ડગલો
તને બરાબર હું જાણું છું તું ભગત છે બગલો હોં.
તું ભગત છે બગલો.

હું સૂરતમાં સમજેલો,
લાગે છે તો ડચકેલો,
ખેડા ગામે ખટકેલો…

તું પદમણી મોટરને હું ભોળો ભૂંગળાવાળો હોં
ભોળો ભૂંગળાવાળો
જા, ખાલી ખાલી લાગે તારો ઉપરવાળો માળો
ઉપરવાળો માળો

હું અમદાવાદે અથડેલો,
???
???

હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો,
ભાગનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો

16 replies on “હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો…”

  1. જય્ શ્રેીબેન અભિનન્દન્.
    મ સ્ત મ સ્ત ગેીત મજા આવેી ગઇ.

  2. વાહ રાજકપ્

    વાહ ! રાજ-નરગીસની યાદો તાજી કરાવી આ ગીતે તો
    ભાઇ ભાઇ….રમઝટ બોલાવી દીધી.બાપુજીને પ્રણામ !
    બહેનાને જેટલાઁ અભિનઁદન આપીએ,તે ઓછાઁ જ પડશે !
    મેરા જૂતા હૈ જાપાની…ગેીતનુઁ વાદ્ય સાઁભળી ઝૂમી ઉઠાયુઁ.

  3. જ્યશ્રિબેન અને અમિતભાઇ,
    આ બધા ગાયનો સામભલી કાન ઉભા થઈ જાય પણ તમારા બેઉની મહેનત ગર્વ અપાવે તેવુ તમે કર્મ કરી રય્હા છો.અભિનન્દન.
    શિવાનીને ત્યા – મ્રુગાન્કના શો વખતે તમારી સાથે થોડા સમય વાત થઈ હતી. આભાર .
    હિમાન્શુ મોદી,સાક્રામેન્ટો.

  4. આ મસ્તમસ્ત ગીત સાંભળીને ઝુમી ઉઠ્યાં.
    આભાર,જયશ્રીબેન.
    બંસીલાલ ધ્રુવ.

  5. ૧૯૮૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ ’જોગ-સંજોગ’ હરકિસન મહેતાની જાણીતી નવલકથા પરથી બની અને પટકથા-સંવાદ પણ એમણે જ લખ્યાં. દિગ્દર્શન ક્રુષ્ણકાન્તે કર્યું જેમણે રાગિણીને લઈને ૧૯૭૬માં હરકિસનભાઈની ’પ્રવાહ પલટાયો” નવલકથા પરથી ’ડાકુરાણી ગંગા” બનાવી હતી.

  6. આમ તો ગુજરાતી ફિલ્મો જોવાનુ ભાગ્યેજ બને. પરન્તુ “જોગ સન્જોગ” જોયુ હતુ.

  7. બરાબર… એક્દમ સાચી વાત. આ ગીત આજે પણ એટલુજ ગમે છે.

    જુની યાદો તાજી થઈ.

    આભાર જયશ્રી

  8. સન્સ્ક્રુતિનુ રક્ષણ સવધર્ન પ્રસરન અનૅ સક્ર્મન આપ જેવા જ કરે ….જુગજુગ જિવો દેવલ નિ મા….

  9. આ ગીત ગુજરાતી ફિલ્મ જોગ-સંજોગનું છે. તેના ગીતકાર કાન્તી-અશોક છે. જ્યારે સંગીત જાણીતી બેલડી મહેશ નરેશે આપ્યું છે. ગાયકનો સ્વર મહેશકુમાર અને કમલેશ અવસ્થીનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *