ઊગી જાય જંગલો – મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇની પૂણ્યતિથિને દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ…

(વ્હેલી સવારે……જંગલો.. – Muir Woods, California.. May 1, 2010)

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો થાય, અહીં કોઇ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

– મણિલાલ દેસાઇ

(આભાર – ઊર્મિસાગર.કોમ)

12 replies on “ઊગી જાય જંગલો – મણિલાલ દેસાઇ”

  1. સ્વ. મણિલાલ દેસાઈની ખૂબ સુંદર મુસલસલ ગઝલ!
    સુધીર પટેલ.

  2. પ્રિય જય્શ્રિબેન તમે એક કાવ્ય થિ આ વેબ્સાઇત શરુ કરિ
    કવ્યો ના જન્ગલો ફુતિ નિકલ્યા

  3. અંધકારના રંગ, લય અને ગતિના કવિ સ્વ મણિલાલ દેસાઇ જીવતા હોત તો મારી ઊમરના હોત!
    તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
    કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

    લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
    એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
    સુંદર

  4. ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
    ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

    ખુબજ સરસ રચના…

  5. ખુબજ સરસ રચના.

    તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
    કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

    આ શેર વિશેષ ગમ્યો..

  6. Wow you guys are fast, savare vahela uthi pan gaya….tarat bija j divase? Beautiful sunlight!

  7. Xcelent, but today Humans are for own requrement they KILLS nature not only Tree but Animals I hope majority humans understand all humans & living creature can stay on EARTH peacefully. Because for not killing nature there will be no drought. Nayures Cycle will run peacefully.

  8. સુંદર રચના…

    તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
    કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
    – આ એક શેર તો જાણે મારા અસ્તિત્વનો પર્યાય…

  9. જયશ્રીબેન

    કાવ્ય ઘણું સરસ છે, પણ વિધીની વક્રતા એ છે કે આજે માણ સ જંગલી થયો છે પણ જંગલો નામશેષ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *