તમને કદાચ નવાઇ લાગશે કે ગીતા રોય દત્તના અવાજમાં ગવાયેલું આ અવિનાશ વ્યાસનું ખૂબ જ પ્રચલિત ગીત હમણા સુધી ટહુકો પર કેમ ન આવ્યું? Well.. મને પણ એ વાતની નવાઇ લાગી આજે કે ચાર વર્ષમાં આ ગીત કેમ ન મુક્યું? 🙂 કદાચ આ સ્પેશિયલ દિવસની રાહ જોતી હતી..!!
તો આજે આ નણંદ તરફથી, આજ ના ખાસ દિવસે.. વ્હાલા પારુલભાભીને સપ્રેમ ભેટ..! Happy Anniversary Bhaiji-Bhabhijaan.. 🙂
સ્વર : ગીતા રોય દત્ત
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ગુણસુંદરી (૧૯૪૮)
.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાળી લલનાઓ જાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાલ્લો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
—
આ ‘ગુણસુંદરી’ ફિલ્મ તો મેં નથી જોઇ, પણ આ ગીત વર્ષોથી સાંભળતી આવી છું. અને વારંવાર આ પ્રશ્ન થયો છે – આ ગુજરાતી ફિલ્મમાં ‘થોડુ બંગાળી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ આવે છે? ‘થોડુ ગુજરાતી ને અંગ્રેજી બહુ ભણો’ એવું કેમ નથી આવતું? પણ હજુ સુધી ફિલ્મ નથી જોઇ એટલે આ વાતનો ખુલાસો હજુ નથી મળ્યો.. 🙂
ખુબજ સરસ, મજા પડી.
ખુબ સ્રરસ…
પર્રશ્ન છે. અંગ્રેજી અને બંગાળી શા માટે.? મને લાગે છે; સ્વતંત્રતા મળી તે પહેલા અને પછીના થોડા વર્ષો સુધી બંગાલીનો પ્રભાવ ગુજરાત અને અન્ય પ્રાંતમાં સારો એવો હતો. ટાગોર, શરદબાબુ,બંકિમબાબુ જેવા બંગાળી લેખકોના પુસ્તકો સારા એવા વાંચતાં હતા. બંગાળી વાંચન એક ફેશન હતી. તે સમયે નામ પણ બંગાળી નોવેલ્સમાંથી પાડવામાં આવતાં વિઠ્ઠલ તલાટી
આ ફિલ્મ જ્યરે ૧૯૪૮ મ બોમ્બય મ રિલિઝ થયેલિ ત્યરે હુ ૬ વર્શ નો હતો, મર પપા અને મા બોમ્બય મ આ ફિલ્મ જોઇ ને આવ્યા ત્યરે પ્રથમ વખત મ્ને મરા ભૈ સથે ઉમર્ગમ્મ ફિલ્મ જોવ મોક્લેલો, ત્યર નવ્દિ મા બેશિ સમે કિનરે અમર ગમ નર્ગોલ થિ ઉમર્ગમ જવતુ, જય્હિન્દ તોકિઝ પર્સિ બિરદર વદિયા નિ થિયેતર હતિ, મશિન થિ ઇલેત્રિ પેદકરિ સિન્ગલ પ્રોજેક્તર થિ વિકજિ વદિયા પાચ ઇન્તર્વલ પદ્તા; તે જમનમા એક આનો નવ્દિ ન ભદનો, આવજવના; અને ચાર આના પિચર નિ તિકિત્ન! કેવો હશે એ જમનો? ચર મૈલ ચાલિને જત અને આવ્તા! જ્યરે ઘર્મા મરા મા સર્ખા દિવલિ ભભિ આવ્યા ત્યરે આગિત નિ સર્થક્તા સમ્જૈ! આજે એ ભભિ નથિ, પન આ મથુર ગિત એમ્ને અન્જલિ રુપે, શુ લખુ બિજુ?
Jaishreeben,
Excellent song,:: Bhhabhi tame thoda thoda thav vanagi::God may always keep you and yourself happy in the life.
Regards,
Bharti k sheth
excellent song,my favourite childhood song which I used to sing for my bhabhi
નાનપણની યાદ સાથે આંખ ભીની કરી દીધી તમે!મેલ ખોલતા જ પહેલો “ટહુકો” શોધી લઉ ખૂબ મજા આવી. મારે ગીત મોકલવા હોય તો કેમ મોકલાય તે જણાવશો આભાર.
આ ગિત સાભલિ જુના જમાના મા પહોચિ ગયા જેવુ લાગ્યુ.મજા આવિ ગઇ.
ગીતતો અવારનવાર સાંભળતો જ રહું છું પણ આજે વધુ મજા આ ગીત અંગે ઉદભવેલી ચર્ચા વાંચવામાં આવી…
સહુ મિત્રોનો આભાર!
Smt. Jayshreeben,Thankyou for a wonderful geet…of film “Gunsundari” 1948 year is correct…Niruparoy[she is gujarati lady]actress acted in so many films in this perticular film, she acted with Manhar Desai,Dulari Baburaje & comedian Chhagan Romio we have seen this film in Swastik talkies in Mumbai Lamingtan Road the old name of theater was “PATHE” 2 more theaters were side by side..total in 1948,we use to book tickets in advance and even by phone call this was possible….!!!we use to go to Grant Road in local train. 1 hr. journey to see film! great..!!
સરસ ગેીતો પસન્દ કરવા માટે આભાર જયશ્રેી. અવિનાશ વ્યાસ નો લખવા મા લહેકો અનોખો માણવા મળે. વેીરા પરનો પ્રેમ ભાભેી ને ભાગેીદાર બનાવે એ ભાભેી નુ ભાગ્ય!!
કલ્પના
બહુજ સરસ ગીત જયશ્રીબેન,
આ ગીત જેવુજ સરસ ગીત “તમે જોજો ના વાયદા વિતાવજો રે પીયુ પહેલી પેસેન્જર માં આવજો”
૧૯૨૧ નું અરુણોદય નાટક નું પ્રભુલાલ દ્વિવેદી એ લખેલું મારી પાસે mp3 ફોરમેટ માં છે. ટહુકો માં મુકવા માટે મારે આપને મોકલવું છે તો કઈ રીતે મોકલવું તે જણાવશો.બીજાપણ ઘણા એક વખતના અતિ લોકપ્રિય નાટક ના ગીત છે તો માર્ગદર્શન આપશો.
નણંદ તરફથી લગ્નગાંઠની આવી સુંદર ભેટની સૌને લહાણી કરવા બદલ આભાર
આ ગેીત મારા પિતજિ ને બહુ જ ગમ્તુ હતુ. આજે પુજ્ય પિતજિ નિ યાદ અવિ ગૈઇ.
આવા જુના ગેીતો સમ્ભલ્વાનિ ખુબ જ મજ્જા પદેી જાય . મારિ એક બહેન્પનિ પન –કોઇનો લદક્વયો સામ્ભલિને રદિ પદિ. આ જુના ગેીતો સાથે બચ્પન નિ યાદો સમાયેલિ હોવાથિ ખોૂબ પ્રિય લગે ચે.
નિતા
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.
આ સાથે મુમ્બઈના એડવર્ડ થિએટરમા જોયેલી ફિલ્મ ગુણસુન્દરી અને ત્યારનો જમનો યાદ આવૂ ગયો.
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો…બંગાળીનુ મહત્વ એ દિવસોમા વધુ હતુ.
મને એમ કે તેં જ્યારે તું ભાભી બની ત્યારે ટહુકો પર મૂક્યું હતું.પણ કદાચ તે વખતે ખાલી સાંભળ્યું હશે.
પણ ખુબ જ મીઠું ગીત છે મઝા અવી ગયી.
અને અમારા તરફ થી પણ પરુલ અને અલ્પેશભાઈ ને અભિનંદન
અમે બધા
સુન્દર ગેીત. માત્રુભાષા ગુજરાતેી ઉપરાન્ત બન્ગાળેી અને અન્ગ્રેજેી નુ મહત્વ એ જમાનામા ઘણુ હતુ.
આ ફિલ્મમાં નીરુપા રોય
ભાભીના પાત્રમા અને દુલારી
નણદનુ પાત્ર ભજવતા હતા.એકદમ
મોરડન ભાઈ સાથે કદમ મીલાવી શકાય તે માટે નણંદ ગીતથી સમઝાવવાની કોશીશ કરે છે.
ઍ અરસામાં આપણા ગુજરાતમાં બંગાળી શીખવાની, અને ત્યાની રીતરસમને અપનાવવાનો વાયરો વાયો હતો.(યાદ છે “બેગોલી સાડી”) બંગાળી સાહીત્ય અનુવાદ સ્વરુપે આપણી પાસે વરસોથી આવતુ રહ્યુ છે.તમે જે સવાલ કર્યો છે તેને ફીલ્મની સીચ્યુએશ્ન કરતા ત્યારના સમાજના વહેણ સાથે વધારે નીસ્બત છે.મારા મતે આ ફીલ્મ ૧૯૪૮ આસપાસની છે.
I enjoyed this song, as when I got married more than 50yrs ago my sister used to sing this song for my wife.Thank you Jayshreeben
Plz.. Jayshree help me a way out plz.. plz..
Y the track is not played ?? Plz guide me & I’ll do as U say…
Request your reply… PLZ….. ThanX…
Warm Regards,
Rajesh Vyas
Chennai
WONDERFUL SONG…!!!!
શ્રીઅવિનાશભાઇ વ્યાસનાં સ્વરાંકન વિશે વાત કરતાં પાર્શ્વગાયકશ્રી પ્રફુલ્લભાઇ દવેએ તેમનાં એક કાર્યક્રમમાં કહેલું કે, આ ગીતનાં સ્વરાંકન પરથી સુપ્રસિધ્ધ હિન્દી ગીત “બડે અરમાનસે રખા હૈ બલમ તેરી કસમ” નું સ્વરાંકન થયેલું. ધન્યવાદ જયશ્રીબેન.
ખુબજ સુન્દર , Thanks for such a nice song. this is my one of all-time favorite song.
ખુબજ સુન્દર , Thanks for such a nice gift
એ જમાનામા બન્ગાલિ અને અન્ગ્રેજિ નઇ ફેશન હતિ. ફેશનેબલ લોકો આ બન્ને ભાશા બોલતા હતા. આથિ ભાભિને તે શિખવાનિ સલાહ આપિ હશે.
લગભગ ૫૦ વરસ પછી આ ગીત સાંભળ્યું !! સાંઉન્ડ સિસ્ટમ આવ્યા પછી આ લાભ લઈ શકાયો છે તેના આનંદને એમાં ઉમેરીને આભાર માનું છું.
આ ગીત અંગે લખવા વિચાર છે. તમારે ત્યાંથી એને લેવા બદલ મંજૂરી આપશો તેવી વિનંતી સાથે, – જુ.
જયશ્રીબેન,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી – અવિનાશ વ્યાસ. By Jayshree, on May 3rd, 2010 in અવિનાશ વ્યાસ , ગીત , ગીતા દત્ત , ટહુકો. જયશ્રીબેન તમોએ તો આજે કમાલ કરી છે. આ ગીત જ્યારે સરસ્વતીચન્દ્ર નામનું ફિલ્મ મુંબઈના સીનેમા ઘરો (જે ગુજરાતી ફિલ્મો ચલાવવા માટે પ્રખ્યાત હતા) ત્યારે એકાદ બે વાર સાંભળ્યાનું યાદ છે. તે સમયે રેડિયો સીલોનમાં પ્રવક્તા શ્રી અનીલ સયાની નવી નવી થીમમાં આવા ગીતો રજૂ કરતા હતા. સાથે સાથે His Master Voice બજારમાં જુના ગીતોની હાથના ચાવી ચડાવેલા ગ્રામોફોન માટે બનાવતા હતા. ત્યારે સાંભળેલ હતુ તેવું યાદ છે. તે સમયે જુના બે પૈસામાં ગ્રામોફોન વાળા હાથના બોક્ષમાં ફેરીયાઓ સીનેમાં બતાવતા હતા ત્યારે તેઓ અચુક આ ગીત મુક્તા હતા.
આ ગીત મુકી આપશ્રીએ તો ૬૦ વર્ષ પહેલાના મારું બચપણ સામે લાવી દીઘું. ધન્ય છે.
ચન્દ્ર્કાન્ત લોઢવિયા.
Dear Jayshreeben & Team:
Your timing of “Havey thoda thoda ..” is very apt for Parulbhabhi.Thank you and Parulbhabhi too.I remember in those good old golden days Rabindranath Tagore became a Nobel Lauriet and no wonder all us in our school were recommended that we should attend Bengali language classes so that we had some feel of that language.English,of course,then as now also was like Patraani having precedence over all other languages including Gujarati.Bhalobasi and Amaar sonar Bangla!!!
Vallabhdas Raichura
Maryland,May 2,2010.