પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?

અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…

ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

———-

લયસ્તરો પર વિવેકે જણાવ્યું હતું એ મુજબ – ૨૦૦૬ના દિવ્યભાસ્કરમાં કવિ શ્રી સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. ઇન્ટરનેટ પર ૨ કલાક શોધવા છતાં મને એ ન મળ્યો, તો મને થયું કે તમને જ પૂછું. કોઇને એ આસ્વાદ મળે તો અમારી સાથે વહેંચશો?

23 replies on “પગફેરો – એષા દાદાવાળા”

  1. અદભુત રચના, મને પેહલા એમ લાગ્યુ કે કવિ કોઇ દુખિયારો પિતા હશે, પન ખબર પડી કે લખનાર પોતેજ દિકરિ છે.

  2. ઇશને પ્રાથનાકે દિકરીઓની આવી વિદાઈ કવિતા સુધીજ સિમિત રહે અને આવી કવિતાનુ અનુસન્ધાન નિજ જિન્દગિમા ના મળે..

  3. મને તમાર પગફેરો એસા દાદાવાળા નુ બહુ જ ગમ્યુ ખરેખર રડવુ આવિ ગયુ કોઇ સબ્દો નથિ મળાતા આભાર જયશ્રિ બેન્

  4. When most people are at loss of words in expressing their grief, the poet has so eloquently composed this poem with up most sensitivity and sincerity; truly beautiful poem.

  5. હ્રદય્દ્રાવક આ રચનાકોઇ પણ સંવેદનશીલ વ્યક્તિને વ્યથીત કરીદે.આંખો ન ભરાઈ આવે તોજ નવાઈ.એષાને સલામ.

  6. Speechless………touchy……Daughter’s are always bring Spring in their dad’s life.

  7. atyant sundar…..bahu divas pachhi atli sundar ghazal vanchi..Avu uttam sarjan karva badal ane avu sundar sarjan amara sudhi lavva mate ghazalkar ane site manager beu no khoob khoob aabhar…

  8. RESPECTED JAYSHREEBEN AS I HAVE LOST MY DAUGHTER WHOM I GOT AFTER 10 YEARS OF MARRIED LIFE SO I AGREE 10000 % PERCENT WITH ABOVE OPINION OF SHREE ATUL DOSHI. THE PERSON FEEL COLD WHOSE RUG HAS BEEN LOST.
    PRAVIN KHATRI

  9. પુજ્ય્જયશ્શ્રિ બેન
    મે મારિ દિકરિ ગુમાવેલિ હોઇ હુ પન આ વન્ચતા રડી રહ્યો અને અતુલ દોશિ સાથે ૧૦૦ તકા સમત થાઊ જ

  10. અતુલ ભાઇ.
    આપણે વિચારી પણ નાં શકીએ પણ જેના પર વીતી હોયે તેના હૈયામાં થી આવાજ તરંગો અને શબ્દો નીકળે.
    અશોક ચાવડા.

  11. “ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
    તપાસ કરાવવાની જરુર હતી,
    કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
    દસ દિવસ થઈ ગયાં…
    અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!”

    કાવ્યનું સમાપન ઘણું ચોટદાર…વ્હાલસોઈ દીકરીના વિયોગમાં ઝૂરતા માતાપિતાની વ્યથા ખૂબ અસરકારક રીતે ઝિલાઈ છે.ઈશ્વરને વેવાઈ તરીકે સ્વીકારવા-અંતિમ વિદાય આપી દીકરીને તેમને સોંપવી અને પગફેરાનું કહેણ મોકલવું-ઘણું ગમગીન કરી ગયું.
    અન જયશ્રીબેન, ૨૦૦૮ કે ૦૯ ના વર્ષમાં ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં આ કાવ્યનું રસદર્શન વાંચ્યું હોવાનું યાદ છે.

  12. અભિવ્યક્તિનુ અજ્વાલુ,જાણૅ મા-બાપ્ માટૅ અન્ધારુ.વલોપાત નો સરવાળો થયો આ કવિતામા.

  13. બહુ સરસ,દિકરીની વસમી વિદાય ની વેદનાને ખુબ જ રીતે રજુ કરી છે આ કાવ્યમાં

  14. I have two daughters. Though this is good as a poem with a very emotional ending but I think someone should avoid writing this kind of poem. It’s really paining to think of this kind of scenario for anyone. I always share with my daughters something good I read or come across. But, I have no courage to discuss about this. I may discuss with other firends.

  15. Dear Jayshreeben,
    Very touchy,emotional and effectively written lyrics,bold approach.I am moved by this,first time come across this particular kavya and artnad.
    DEVDATT

  16. બહુ જ કરુણાસભર ગીત છે. કાવ્યનો અંત બહુ જ સચોટ. હૈયું રડી ઉઠે તેવી અસરકારક અભિવ્યક્તિ

  17. આભાર જયશ્રી બેન,
    પગફેરો -આવા સુંદર કાવ્ય બદલ.શબ્દો નથી મળત.

  18. જયશ્રીબેન,
    પગફેરો – એષા દાદાવાળા By Jayshree, on May 8th, 2010 in અછાંદસ , એષા દાદાવાળા. દીકરીની વષમી વિદાય. આવા દુઃખદ પ્રસંગે મનોમન ઈશ્વર સાથેનો જોડાયેલ નાતો જીવનની કારૂણ પરિસ્થિતિનું સચોટ વર્ણન. કાવ્ય વાંચતા આંખો ભરાઈ આવી.
    ચન્દ્રકાન્ત લોઢવિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *