ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

ઊર્મિના શબ્દોમાં આ ગીત વિષે:-
મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત અને હવે સ્વર્ણિમ ગુજરાત ! આપણા વ્હાલા ગુજરાતમાં (અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓની વચ્ચે પણ) આખું વર્ષ ‘સ્વર્ણિમ ગુજરાત’ નો આ ઉત્સવ ઉજવાશે. બે વર્ષે પહેલા (1 May 2008) ટહુકો પર મુકેલું શ્રી ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે ગીત મૂક્યું હતું. આ વર્ષે એ જ ગીત આપણે ફરી માણીએ, પરંતુ સંગીતબદ્ધ અને શ્રી પ્રફુલ દવેનાં કર્ણપ્રિય અવાજમાં… એક વાર ગાઈને કેમ કરી ભૂલવું ? એ તો વારંવાર સાંભળવું ગમે એવું સ-રસ ગુર્જર-ગીત !
જય ભારત…જય ગુજરાત…!

સંગીત : ?
સ્વર : પ્રફુલ દવે

.

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

– ઉમાશંકર જોશી

15 replies on “ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી”

  1. ખુબ જ સરસ . હ્દય સ્પ્ર્સી ……. ટ હુ કો . કોમ અદ્ભ્ભ્ત્……

  2. પેલિ વાર સામ્ભદિ નેજ મન્ત્ર મુગ્ધ બ વ જ સુન્દર્

  3. સોનાની સુરત ભુલીને ઉ.જો.એ
    કેમ ખોટ આટલી રાખી રે.

    વાહ મઝા આવી ગઈ.
    આભાર
    કલ્પના

  4. No, Jayshreeben, you have not mentioned it, but one or two comments suggested so. That is why I clarified.
    Thanks.

  5. Deepakbhai,
    Thank you for your input. However, I haven’t mentioned anywhere in the post about this song’s relation to the formation of Gujarat State.

  6. No, this poem has nothing to do with the formation of the Gujarat State. In fact, it was written long before India became independent. It was written on November 28, 1934, and was published in his collection of poems ‘Nishith.” This collection, published in 1939 won Bharatiya Jnanapeeth Award for Umashankar in 1968. He shared the award with Kannada poet K.V. Putappa.

  7. This is NOT Ajit Sheth’s composition.
    His composition is some what different. It was rendered by Ajit and Nirupama Sheth and Sangeet Bhavan Coral Group and has been included in the album Geet ame gotyu gotyu brought out by Sangeet Bhavan Trust, Mumbai.
    Prafull Dave’s is leaning towards folk song rendering.

  8. આપને ‘ગુજરાત દિન’ ખૂબ ખૂબ મુબારક…
    જય ગુજરાત!!!!
    ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવો આ કવિતા દ્વારા …

    કવિ શ્રી ઉમાશંકર જોષીનીઃ-

    ———————————————————————
    મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી
    મળી માતૃભાષા મને ગુજરાતી

    રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
    સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી
    કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
    રમો માતૃભાષા મુખે ગુજરાતી

    મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
    થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા,
    પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
    સજી ન્હાનલે કલ્પના ભવ્ય તેજે,
    ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી
    નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
    ——————————————————————-

  9. Yes there is some history behind it. I remember when I was in 10th grade this was in our Gujarati Text book. There was a question about why this poetry was written etc. Also, when Umashankar ji came to Los Angeles in 80s, he referred to this and mentioned. Unfortunately, I forgot the whole context.

  10. Jayshree,
    If anyone has the context of this poetry – i.e. when and what inspired Umshankar to write this, would be very much appreciated. I know there was some history behind this poetry. Either when Gujarat broke from Mumbai State or something..
    Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *