તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.
– શયદા
Shayada ni gazal sambhalvanI maja padi gayi. mare shree shayadanux aakhun nam janvun chhe.temni Aa gazal sambhalavi chhe. o fool khilela garva n kar tari alat badalai jashe.
laamba samay pachhi saari gazal mali thank you jaysree patel
ખુબ સરસ …અભિનન્દન્….
પરાજય પામનારા પુછવુ છે,
વીજય મળવા છતા હુ કાણ રડ્યો છુ.
સરસ છે,
આખી જ ગઝલ સરસ છે.
શયદાની મઝાની ગઝલોમાંની શ્રેષ્ઠ
તેમા આ વધુ ગમી
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
યાદ્
ખરી ખોટી બધી વાતોના મિશ્રણથી બચીને મેં
કરીછે વાત દુનિયામાં મને જે સત્ય લાગી છે
અનાદિ કાળથી સત્ય અસત્ય છે ભીષણ જંગમાં
દુઆઓ કામ ન આવી જે યુગ યુગ જગએ માગી છે
ગુજરતી ગઝલકારોમા શયદાની જોળ નથી. બેમીસાલ!
થન્ક યોઉ વેર્ય મચ સયદને સમેલ કરવા બદલ્
ખરેખર,વારમ્વાર માણવા ગમે એવી ગઝલ. આભાર જયશ્રિબેન.
Hi Jayshree,
Uttam gazal chhe !!!
“Khushi ne Shok Asha ne nirasha, Nirantar e badha sathe ladhyo chhu…. ”
Regards,
Rajesh Vyas
Chennai
nice gazal
ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવવામાઅં શયદાનો સિંહફાળો છે… ફરી ફરીને માણવી ગમે એવી સીમાચિહ્નરૂપ ગઝલ…
“મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.”
સરસ છે….
મજા આવિ બહુસરસ
Good
I WRITE IN ANTHAN POTHI
સારી ગઝલ છે. સવારમાં મજા પડી ગઇ.
અદભૂત મત્લા ગઝલનો જાનદાર ઉઘાડ અને સૂફિયાના મક્તા ગઝલનો મસ્ત વિરામ છે!
સુધીર પટેલ.