અમે અમદાવાદી – અવિનાશ વ્યાસ

મારા જેવા અડધા અમદાવાદીને પણ જો આ ગીત આટલું ગમતું હોય, તો જેઓ પૂરા અમદાવાદી છે, એમને તો આ ગીત કેટલું વ્હાલું હશે..!!
જો કે કોઇ પણ શહેરનું એવું જ હોય છે… થોડો વખત એની સાથે જોડાયેલા રહો એટલે એ શહેર વ્હાલું જ લાગે… પછી એ સાન ફ્રાંન્સિસ્કો હોય કે સુરત…. લોસ એંજલસ હોય કે અમદાવાદ…

અને હા… અવિનાશ વ્યાસનું જ પેલું ‘હું અમદાવાદનો રિક્ષાવાળો‘ ગીત સાંભળવાનું ચૂકી ન જતા 🙂

સ્વર : સંજય ઓઝા
ahmedabad

.

અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પહેલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ઠુંકડો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડીવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની કોઇ મહિલા જાવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…

ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…

55 replies on “અમે અમદાવાદી – અવિનાશ વ્યાસ”

  1. Dear Sir/madam
    I am looking for Gujarati kawita
    BAA BETHI TI RASOI KARWA
    BACHU BANYO BAWO
    BAM BAM BOLA ALAKHNIRANJAN
    HU CHU KHAKI BAWO.
    Can you send for me please
    I will be thank full if u find out for me
    I hope you will respond soon

    Yusuf Khalifa

  2. અમદાવાદ એટલે અમદાવાદ.સામયવાદ,મુડિવાદ,સમાજવાદ બધાથિ ચડિયાતુ અમદાવાદ ગુજરાત નુ પાટનગર અને ગુજરાતિ ઓનિ સ્ન્સકાર નગરિ.વાહ ભઇ વાહ.અમદાવાદ.

  3. અમદાવાદ એટલૅ અમદાવાદ… બસ ઍમા બધુ આવી જાય….. અમદાવાદ ઍટલે અમારા જેવા ની જીંદગી નો મહત્વ નૉ હીસ્સૉ…..

  4. KOI THI GANJYAO NA JAI TENU NAM AMDAVADI, VERY PROUD OF AHMEDABADI

    HAVE TO MILL NI JAGYA MALL E LAI LIDHI CHE, TO PAN AMDAVAD NU AAKARSHAN JABRU CHE

  5. realy veryvery nice this song i am imkpress for this song so i hope this song every person lisn and enjoy.good luck

  6. અવિનાસ ભૈ તમને આભર કે જે મને અમદાવાદિ હોવાનુ ગ્રર્વ કરાયુ.

  7. i Love Amdavad, hu bahle mumbai ma raheto hovu, pan dil ane aatma to hamesha amdavad maj revani, amdavad ni maja j kaik judi chhe.

  8. […] અમદાવાદની વાત કરીએ અને અવિનાશભાઈનું આ ગીત યાદ ના કરીએ તો કેમ ચાલે ? આ ગીતમાં તેમણે અમદાવાદનું આબેહૂબ વર્ણન કર્યું છે. જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ પોળનું મૂહૅુત કર્યું તે આજે પણ જૂના શેરબજારનાં મકાનની બરાબર સામે અડીખમ ઊભી છે. અમદાવાદની પોળોનો ઈતિહાસ જાણવા લોકો વિદેશથી પણ આવે છે.  (ઑડિયો) […]

  9. Hi Yashasvini,

    Thank you for letting me know. I have fixed the post. You should be able to listen the song now.

  10. I AM FROM AHD.BUT IN USA FOR 40 YEARS. H.B.KAPADIA SCHOOL,
    M.G. SCIENCE INST.
    LOVED THIS AHD.SONG. YOU WILL FIND AHMEDAVADI EVERYWHERE.
    PROBABLY ON THE MOON IN NEXT 40 YEARS…….

  11. અમે અમદાવાદી… અમે અમદાવાદી…માં અવિનાશ ભાઈ ના સ્વકંઠે
    ‘જ્યાં જુવો ત્યાં ગેસ નાં ચૂલા ટાઢી પડી ગઈ સગડી’ એવી કડી સાંભળેલ છે…
    કદાચ ગેસની સગડીઓ પ્રચલિત થવા માંડી એ અરસામાં ઉમેરી હશે…..

  12. [b]અમે અમદાવાદી… અમે અમદાવાદી…[/b]માં અવિનાશ ભાઈ ના સ્વકંઠે
    ‘જ્યાં જુવો ત્યાં ગેસ નાં ચૂલા ટાઢી પડી ગઈ સગડી’ એવી કડી સાંભળેલ છે…
    કદાચ ગેસની સગડીઓ પ્રચલિત થવા માંડી એ અરસામાં ઉમેરી હશે…..

  13. hun pan amdavadi chhu, geet kharekhar asasrkarak chhe. Pan shu apne lage chhe ke je sahere DESH ne AZAADI apavi chhe teni aavi dasha hovi joieye? aaj kaal chaare baaju khada khodela chhe,municipalti public mate vicharti nathi.Monsoon mathe chhe e pahela to BHUVA padva mandya! Eno koi upay chhe apni pashe? Hoon pan NEW ZEAland ma choon nahito Amdavadio vishe kanike vishisht karat. Kharekhar to apne Government NO Virodh karvo joiye karan ke chhella 25 years thi BHAJAP chuntaa Avyaa chhiye to pan result malyu? Amdavad Air port uper kevo anubhav thay chhe te yaad karo! KOi sudharo thayo ? TO pachhi kem Amdavadi na geet gava (DIL NE TASSALI DAEWA MATE)

  14. હા, આજ તો ચે અમદાવાદી નો સુર, ભાઇ, ગરમાગરમ ફાફડાનિ સાથે ૨ વાટકા ચટનિ, અને અ પન મફ્ત મા……….. , આ જ તો છે અમદાવાદી, અને લોકો જે પન કહે પન દિલ તો છે અમદાવાદી, & people who r living not in a,bad, & who r not came from long time, pls. come backe in ur amdavad & see, તમારા london, કે toranto થિ ક્યાય પાછઉ પડએ તેમ નથી

    • Dear Jayshree ben,

      Tamari website kharekhar bahuj saras chhe.
      Mare be kavita sambhalvi ti, kavi nu nam to mane yadd nathi pan shabdo yad chhe je ahi raju karu 6u. hu jyare 5th std. ma bhanti ti tyareni aa kavitao 6.

      1) Ila Smare chhe ahi ek vela
      2) ba bethi ti rasoi karva
      3) biji ek kavita 6 tu nano hu moto ni, je nav graho andar andar jagde 6 aeni 6. jeni chheli pankti chhe shaniyo bolyo chanchedai,
      vanki muj panoti bhai,
      harya vikram sarkha vir,
      kon take jya choodu tir,
      to pan chhodi dau 6u davo
      motap ma chupyo shu lahavo.

      Jo tamnari pase available hoy to please please please aa site par mukjo.
      Thoda detail shabdo joita hoy to chhe mari pase paheli be kavita mate.

      Thanks

      • I also want to listen full kavita….
        Mane b aa kavita bau j game che….
        Ila smare che ahi ek Veda…..aa chotre aa pan be ramela…..
        Dada ji vaato karta nirante….vehla jamine…..ahi roj raate

  15. હું પણ અમદાવાદની રહેવાશી. અત્યારેતો લંડનમાં છું,
    પણ છૂ તો અમદાવાદી.

  16. વાહ્, બહુ સરસ્ , હુ પન અદધો જ અમદાવદિ ચ્હુ, હાલ મા શિકાગો પન રુદય તો અમદાવાદ મા જ ચ્હે, ખરેખર્, અમદાવાદ તો અમદાવાદ જ્.

  17. વાહ ભૈ વાહ!!! સાચેજ અમદાવાદ એટલે અમદાવાદ. દુિનયાનુ બીજુ કોઇ શહેર અમારા અમદાવાદની તોલે આવી શકે નહી. (અન્ય શહેરવાસીઓને કદાચ અિતશયોકિત લાગશે પણ દરેક અમદાવાદી આ વાત સાથે સહમત થશે) સાબરમતીનુ (અને હવે તો નર્મદાનુ પણ)પાણી જ કૈક એવુ પર્ભાવશાળી છે કે “સાબરકોલા” થી ઘડાયેલો માણસ દુિનયામા ક્યાય પાછો પડતો નથી! ખૂબ ખૂબ ખૂબ ખૂબ………………ખૂબ આનન્દ થયો. અસલ અમદાવાદી િમજાજમા ગીત રજૂ કરવા બદલ સ્વરકાર સંજયભાઈ ઓઝાને ધન્યવાદ.Thanks a million Jayshreeben.

  18. Hi Friends,
    I have been searching for song @ Ahmedabad which used to come on DD 11 few words are aata paata ..sannata…amdavad

  19. Sorry, the song can be heard only2/3!!!! “GANNA FAAFADA AANE AEK JALEBI JEVUN THAYE CHHE”….
    AAKHOO GEET AAPI SHANTRUSHTA KARSHO EJ ABHILASHA!!!

  20. BOSS EK DAM RAPCHIK……
    SANJAY OZA PAN KAMAL CHHE…….GEAREST SINGER…
    AA GIT SAMBHLI NE MANE AMDAVAD FILM BANAVANI ICHHA THAI GAI CHHE…NAAM RAKHIS “AME AMDAVADI”
    ANE TITAL SONG PAN AAJ RAKHIS
    >>>>>>>VISIT MY PROFILE ON ORKUT >>>>ASLI AMDAVADI

  21. અમદાવાદી અને ફાફડા સાથે ચટણી. When ever I had gone back to Amdavad, my day start with FAFADA & CHATANI. I ahve seen Shri Avinashbhai presenting this song in 1960. Till it is as fresh as FAFADA-CHATANI. Need less to say, I am AMDAVADI. And I also know that Amdavadi Girls are DADI. (Bindash)

  22. અરે ભઇ મઝા આવિ ગૈ ગૌરવ ચે ક હુ એક અમદાવાદિ ચુ.i really proud to be amadavadi.

  23. ધવલભાઇ,
    આપણા મેહુલભાઇ પાસે આવુ ગીત છે હોઁ… સૂરત એટલે સૂરત.. એવું કંઇક…
    હું થોડા દિવસમાં જવાની જ છું દેશ… ત્યારે ચોક્કસ લેતી આવીશ… અને મેહુલભાઇ એ રેકોર્ડના કર્યું હોય તો હકથી કરાવી લઇશ..!!  🙂

  24. અમદાવાદ તો ઉમદા શહેર.
    એનો વાદ કોઇ ના કરી શકે.
    કહેવાતુઁ આવ્યુછે…..
    જબ કુત્તે પર સસ્સા આયા,
    તબ બાદશાહને શહર બસાયા.

    જયશ્રી સરસ ગીત ને સુઁદર કામ ચાલુ જ રાખજે.

  25. હવે તો અમદાવાદ મા મીલ ની જ્ગ્યઍ મોલ બની ગયા…
    સરસ ગીત

  26. મારા જેવા અડધા અમદાવાદીને પણ આ ગીત ઘણુ ગમે છે.. જોકે મીલના ભુંગળા હવે અમદાવાદમા ઓછા જ બચ્યા છે.. ૨૧મી સદીનુ નવુ અમદાવાદ એની સુરત બદલાવી ચુક્યુ છે.. નવા અમદાવાદ પર નવુ ગીત ન રચી શકાય ?

  27. પૂરું અમદાવાદી ગીત!
    જાણે ગરમાગરમ ફાફડા-જલેબી!
    સરસ! ખૂબ મઝા આવી!

  28. દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,

    વાહ,
    મારા જેવા અમ્દાવાદી નુ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયુ,
    જે લોકો અમદાવાદીઑ ને માત્ર કન્જુસ કહી ને અટકી જાય છે ઍમને ખાસ સમ્ભળાવો આ ગીત્…

  29. Ahmedabad rocks.

    Jayshree, I don’t agree that if you are assoicated with another city, you will like that city. I have lived in atleast four cities and Ahmedabad is still the best!!! I will give Toronto number 2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *