આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલર, અને સાથે એમના જ ‘હમનામ’ કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ નો પણ જન્મદિવસ. તો આજે બંને કવિઓની ગઝલો સાંભળીએ એમના પોતાના અવાજમાં.. અને હા, આમ તો જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ હોય છે – પણ આજે એ બંને કવિમિત્રો પાસેથી હું એક ભેટ તમારા માટે લઇ આવી છું.
ડૉ. વિવેક મનહર ટેલર શ્રી વિવેક કાણે ‘સહજ’
વિવેક ટેલરની ગઝલનો આસ્વાદ વિવેક કાણે ‘સહજ’ ના શબ્દોમાં…. અને વિવેક કાણે ‘સહજ’ની ગઝલનો આસ્વાદ વિવેક ટેલરના શબ્દોમાં..!!
આશા છે એમના તરફથી આજના આ દિવસ માટે ખાસ મેળવેલા આસ્વાદ માણવાની આપને મઝા આવશે.
અને એમને Happy Birthday કહેવાનું ભૂલી ન જશો..!!
આ રહ્યું મારા અને અમિતના તરફથી…Happy Birthday……!!! 🙂
ગઝલ પઠન : વિવેક મનહર ટેલર
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
-વિવેક મનહર ટેલર
(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)
– વિવેક મનહર ટેલર
આસ્વાદક : વિવેક કાણે ‘સહજ’
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે
કનડગત કોને નથી ? કોઈને આની, તો કોઈને તેની, અકળાવી મૂકનારી, બેચૈન કરી નાખનારી. આ બેચૈની, આ પીડા, આ વલોપાત, આ મંથનમાંથી કંઇક નિપજે છે, કંઇક મળી આવે છે. એ કદી વિષ હોય તો ક્યારેક અમૃત. કદી કાળો કડદો તો કદી ધવલ નવનીત. શું મળી આવ્યું એ તો પ્રકાશમાં દેખાય – દ્રષ્ટિના પ્રકાશમાં. નીર-ક્ષીર વિવેક જોઈએ. ડૉ વિવેક ટેલર પાસે આવો વિવેક હોવાના પુરાવા, એમના સર્જનમાંથી મળી આવે છે, શોધવા પડતા નથી.
છે દિલ પર અસર શેના આકર્ષણોની
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે
આકર્ષણો અનેક પ્રકારનાં હોય છે. એમાંનું એક એ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી ગબડવા માટે ઢાળ જોઈએ. ઢાળ હોય તો પથરો ગબડે. હૃદયને તો ન ગુરુત્વાકર્ષણની જરૂર, કે ન ઢાળની. એ તો બસ ગબડે, આકર્ષણ કોઈ પણ ચાલે. કવિએ એ આકર્ષણોનાં નામ નથી પાડ્યાં. નામ પાડ્યા વિના વાત પહોંચાડી દેવી એ જ ડૉ વિવેકના કવિકર્મનું જમા પાસું, અને ભાવકની સજ્જતાને પડકાર. સુજ્ઞ ભાવકની સજ્જતા પર કવિને પૂરો વિશ્વાસ છે.
પડે જેમ ખુશ્બુનાં પગલાં હવામાં
કોઈ એમ મારામાં પડતું રહે છે
‘પડવું’ એ આમ તો માત્ર એક ક્રિયા – સાવ સામાન્ય, ભૌતિક. પણ એ ક્રિયાપદ ગુજરાતી ભાષામાં કંઈ કેટકેટલા સંદર્ભે વપરાય છે ! હાથમાંથી કલમ ‘પડે’, અને નીતિમત્તાનું ધોરણ પણ ‘પડે’. ‘રેતી ઉપર પગલાંનું પડવું’ એ એક અને ‘મન ઉપર કોઈ છાપનું પડવું’ એ એનાથી જુદું. પડવા પડવા માં ફેર છે અને આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આ બધું તો ઠીક, પણ ખુશ્બુનાં પગલાં ? અને એ પણ હવા પર ? શબ્દોનાં કોશગત અર્થો અને ભાષાગત સંદર્ભોને અતિક્રમીને એમને આ રીતે પ્રયોજવા એ ડૉ વિવેકનું ભાષાકર્મ.
ખુશ્બુનાં હવા પરનાં પગલાં, એ એની ગતિનો ચિતાર છે. પહેલા મિસરાનું ખુશ્બુનું ગતિમાન, બીજા મિસરામાં કોઈના પડવાને ગતિ આપે છે. કોઈ મારામાં પડે છે, છાપ મૂકે છે અને આગળ વધી જાય છે, રોકાઈ પડતું નથી – કેવી ચિત્તાકર્ષક image છે !
રહી દૂર કોઈ, રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઈ અછડતું રહે છે
‘નિકટ’ કે ‘દૂર’ નો, સંબંધની ઉત્કટતા સાથે કેટલો સંબંધ ? ભૌતિક રીતે પાસે હોય એ આપણને જરાય સ્પર્શે જ નહીં અને ભૌતિક અંતર હોવા છતાંય સાચો સંબંધ વધુ ઘનીભૂત થતો જાય એમ પણ બને. આ શેરમાં ‘અછડતું’ નો કાફિયા ખાસ ધ્યાન ખેંચે છે. બાકીની આખી ગઝલમાં બધાં જ કાફિયા ક્રિયાપદોનાં છે, જ્યારે અહીં એ monotony તૂટે છે. બધાં જ કાફિયા ક્રિયાપદોનાં ન રાખવાં એ એક પડકાર છે, જે આપણા કવિ એ સાચવીને ઝીલી લીધો છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે રાતે ઉખડતું રહે છે
‘બનના ઔર બિગડના’ એ પ્રયોગ આમ તો હિન્દી / ઉર્દુ માં થાય છે. મનનું બનવું અને ઉખડવું (એ ય પાછું ઉખડવું, બગડવું નહીં), એવો પ્રયોગ ગુજરાતી માં આગંતુક લાગે. વળી, ચટાઈના બનવા અને ઉખડવા સિવાય પણ મનના ‘દિવસે’ બનવા અને ‘રાતે’ ઉખડવાનો કોઈ સ્વતંત્ર સંદર્ભ હોય તો શેર હૃદ્ય બને. એકંદરે, આખી ગઝલમાં આ એક શેર થોડો કૃત્રિમ જણાય છે. પણ માણેકશા બાવાની લોકવાયકા અને મનને એની ચટાઈની અપાયેલી ઉપમા આસ્વાદ્ય ખરી.
આ વાતાનુકુલિત મકાનો ની પાછળ
જરઠ ઝાડ કંઈ કંઈ બબડતું રહે છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પર્યાવરણ અને ખાસ કરીને Global Warming વિષેની ચિંતા પ્રસરી રહી છે. પણ આપણામાંનાં ઘણાં હજી પણ એ તરફ આંખ આડા કાન કરીને, પોતપોતાના આરામદાયક નિવાસમાં નિષ્ક્રિય બેઠાં છે. મકાનની પાછળ ઊભેલા જરઠ ઝાડને આની જાણ છે, પણ એ બિચારું બબડવા સિવાય શું કરી શકે ? એનો એ બબડાટ કોઈ કાને ધરશે ? નાનાં તો નાનાં પણ કોઈ નક્કર પગલાં ભરશે ?
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક
કબૂતર હજી પણ ફફડતું રહે છે
પોતાના બેજવાબદાર વર્તનથી માનવી પોતાની અને સમગ્ર જીવસૃષ્ટિની નિયતી પોતે જ પોતાની હસ્તરેખાઓમાં અંકિત કરી રહ્યો છે. કબૂતર ફફડે છે કારણ કે પેલા જરઠ વૃક્ષની માફક એને પણ નિયતીની જાણ છે. કબૂતર ફફડતું રહેશે – ક્યાં સુધી કોને ખબર !
જોયું ! કયા વિષયથી શરૂ કરીને આપણે ક્યાં આવી ગયા. પણ વાંધો નહીં, ગઝલનું સ્વરૂપ જ એવું છે. એનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા હોવાથી એક જ ગઝલનાં વિભિન્ન શેર નાનાવિધ ભાવ, વિચાર, વિષય કે આશય ને નિરૂપે એ સ્વીકાર્ય છે. હા, એટલું ખરું કે આ બધું જ, ડૉ વિવેક ટેલરને થતી કનડગતથી આરંભાયેલી આત્મશોધ અને મંથનને પરિણામે પ્રાપ્ત થયેલું નવનીત છે.
આવો, આજે આ જ નવનીતથી એમના (અને મારા પણ) જન્મદિવસની કેક ઉપર icing કરીએ.
‘Happy Birthday to both of us and may we celebrate many more of them, together like this one.’
==================================================
ધીરે ધીરે ઊઘડતી અનુભૂતિની ગઝલ
આસ્વાદ: વિવેક મનહર ટેલર
સ્વર : વિવેક કાણે ‘સહજ’
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલ આજે કવિતાનો પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે.
પ્રણયોર્મિની ચરમસીમાએ મરીઝને એની મા યાદ આવે છે:
મુહબ્બતના દુઃખની આ હદ આખરી છે.
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
જવાહર બક્ષી મસ્તીની ચરમસીમાએ વિરક્તિનો અનુભવ કરે છે:
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
તો હરીશ ધોબી તલસાટની પરાકાષ્ઠાએ અલગ જ અભિવ્યક્તિ પામે છે:
તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત્ થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા?
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પરના માઈલસ્ટૉન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બની શક્તા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે… બની શકે કે ત્યારે આપણે પાછાં ફરી શક્વાની સ્થિતિમાં ન પણ હોઈએ!
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
– આ શેર વાંચતા જ ઉર્દૂનો એક શેર યાદ આવે છે:
ખત કા મજમૂન ભાઁપ લેતે હૈં લિફાફા દેખકર,
આદમી કો પહચાન લેતે હૈં સૂરત દેખકર.
પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન’ કરે છે!) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય? માણસનું ખરું વ્યક્તિત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે!
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરેધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્રરીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.
– વિવેક મનહર ટેલર
સૌથી વધુ જરુર હોય તો
વિવેક ચૂડામણીની
બન્નેમાંથી કોઈએ ગુસ્તાખીનો- અવિવેક કરવાની યાદ નથી
જન્મદિને આવો જ વિવેક કાયમ રહે તેવી શુભેચ્છાઓ
ફરીથી તમામ દોસ્તોનો આભાર!!!
બન્ને વિવેક્ભાઈઓને જન્મદિવસની શુભેચ્છા………હુ બે ત્રન મહિનાથી ટહુકો વાચુ છુ, ખુબ જ મજા આવ છે. બાકી દિલ્લી મા રહીને ગુજરાતી સાહિત્યથી દૂર થૈ ગૈ હતી. આજની બન્ને ગઝલ ખુબ જ સરસ છે. આભાર જયશ્રિબેન……………..
કવિતા ના શોહામણા ર્ંગો તમારા જિવન મા પુરાતા રહે એવિ અંતર નિ શુભેછાઓ…..
જન્મદિન મુબારક બન્ને વિવેક કવિઓને,
શું સુન્દર કવિતાઓ(કે ગઝલ)- અને તે બન્નેએ લખેલ આસ્વાદો.મારે તો તેમને માણવા ફરી ફરી વાંચવું પડ્યું.
મમ્મ
બન્ને બળીયા ગઝલકારોની રચના અને રસદર્શન ખુબ ગમ્યાં.બન્ને દાદુ કવિઓ ને જન્મ દિન ની શુભેચ્છા !જયશ્રીજીને પણ અભિનંદન.
બન્ને કવિઓને જન્મ-દિવસનાં ફરી અભિનંદન!
બન્ને ગઝલો અને આસ્વાદ ગમ્યાં.
સુધીર પટેલ.
ખાસ તો જયશ્રી નો આ નવો આઈડીયા ખુબ ગમ્યો.અભિનંદન.
બંને વિવેકી શ્રેષ્ઠીઓ ને જન્મ દિન ની શુભ કામનાઓ.
ગઝલ અને આસ્વાદ બંને ઉત્તમ.
વહાલી જયશ્રી અને સહુ વાચકમિત્રોનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર…
કવિમિત્ર વિવેક કાણેને પણ જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ…
પ્રિય વિવેક અને વિવેકભાઈને ફરીથી જન્મદિવસની શુભકામનાઓ… તમારા બંનેનાં એકબીજાની ગઝલો માટે લખેલા આસ્વાદ ખરેખર આસ્વાદ્ય થયા છે, એ માટે પણ ખાસ અભિનંદન ! અને તમારા બંને પાસે આટલી મહેનત કરાવવા બદલ જયશ્રીને તો ખાસમખાસ અભિનંદન. 🙂
જયશ્રીબેન,
ઘણુ જ સરસ અને સુન્દર કામ કરી રહ્યા છો.
ઘણી મહેનત કરો છો.
જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે…
બન્ને વિવેકભાઈઓ જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ. બન્ને ગઝલો, પઠન અને આસ્વાદ પોતપોતાની રીતે અલગ ભાત પાડી આસ્વાદ્ય બન્યાં છે. આવા ઉમદા ગઝલકારોની મને મૈત્રી સાંપડી એનો સવિશેષ આનંદ છે.
ખૂબ જ મઝા આવી…
ખૂબ સુંદર ગઝલો અને રસદર્શન. બન્ને વિવેકભાઈઓને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ
આવા નૂતન વિચાર માટે જયશ્રી ને અભિનંદન.
મારી ગઝલનો ઉપરોક્ત આસ્વાદ ડૉ વિવેક ટેલરએ મારા ગઝલ-સંગ્રહ ‘કઠપૂતળી’ નિમિત્તે, થોડા સમય પહેલાં કર્યો હતો. આ સંગ્રહ નવભારત પ્રકાશન, અમદાવાદ દ્વારા ટુંક સમય માં પ્રકાશિત થશે.
સૌ ભાવકો અને શુભેચ્છકોનો હાર્દિક આભાર.
આપનો પ્રેમ એ જ અમારી પૂંજી – બીજું શું કહું !
– વિવેક કાણે ‘સહજ’
કવિ નો જન્મદિવસ એત્લે કવ્ય નો પ્રસવ દિન્..
પ્રિય વિવેકભાઈ ટેલર અને વિવેકભાઈ કાણે,
ખુબ ખુબ અભિનંદન અને જન્મદિનની અનેક શુભેછાઓ! સુંદર રચનાઓ લખતા રહો એવી શુભેછાઓ.આપના થકિ ગુજરાતિ સાહિત્ય ખુબ સમ્રુદ્ધ થતુ રહે એવિ અભ્યર્થના.
> આશુતોશ ભટ્ટ્
વદોદરા
ખૂબ સુંદર ગઝલો અને રસદર્શન. બન્ને વિવેકભાઈઓને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ!
Muskuraate raho sada zindagi mein tumhe ho na koi gum
Daman mein khushiyon ki sugaatein hogi jo kabhi na ho kam
Aapke janmdin par ye bahare saath humari ye deti hain dua
Hasrate aapki koi adhuri na rahegi jisse aankhe aapki ho jaye nam
બન્ને વિવેકકુમારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. અભિવ્યક્તિ તરફથી તેમને શુભેચ્છા ‘શતં શરદ જીવ’. આટલી સરસ રચનાાપવા માટે આપ બન્નેનો આભાર.
અરે હા જયશ્રી ! આને કવિ નાન્હાલાલની પણ ૧૩૩મી જન્મજયંતી છે. સમગ્ર ગુજરાતી સમાજ તરફથી તેમને હાર્દિક શ્રધ્ધાંજલી.
ફરી બન્ને વિવેકને ખુબખુબ શુભેચ્છા.
બંને મહારથીઓ ને જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ…………
‘મુકેશ’
Happy Birthday to both Vivekbhai!!!
banne vivekbhaio ne janmdin ni anek shubh kaamnao. banne ati sunder ghazalono aras paras rasaaswaad tame karavyo, jayshreeben, tamaro pan ghano abhaar. aavu sadbhagya kyarek j male chhe.
**
—
ખુબ શુભ્ કામના આપ ના જાન્મદિન નિમિતે.
ખુબ આભર આવિ સરસ કાવિતાઓ બદલ્
ર્ખુબ આનન્દ મળ્યો છે ,ખુબ નવિ કાવિતા ઓ માણી.
સ્વસ્થ અને દિર્ગાયુ માટે નિ અમારિ પ્રભુ ને પ્રાર્થના
બન્ને ભાઈઓને happy birth day.many many happy returns of the day.
ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે તેવી શુભેચ્છા..
તમે લખતા રહો, અમે વાંચતાજ રહીએ..
શુભકામનાઓ સાથે…
જીવનમાં બે વ્યક્તિ હંમેશા યાદ શકે…
જે આપણને સૌ પ્રથમ જન્મદીન પાઠવે,
અને જે સૌથી છેલ્લે જન્મદીન પાઠવે,
અમે આનંદ છે કે મારો નંબર ૧૫ કે ૧૬મો હતો…
“માનવ”
MANY MAY HAPPY RETURNS OF THE DAY TO YOU SH. VIVEKBHAI
HAPPY BIRTH DAY
YOU HAVE NOT ONLY ADDED YEARS TO THE LIFE BUT YOU HAVE ADDED LIFE IN THE YEARS.
JAGDISH MEHTA
જ્ન્મ્ દિવસ નિ ખુબ ખુબ શુભ કામ ના.
પ્રિય વિવેકભાઈ ટેલર અને વિવેકભાઈ કાણે,
ખુબ ખુબ અભિનંદન અને જન્મદિનની અનેક શુભેછાઓ! સુંદર રચનાઓ લખતા રહો એવી શુભેછાઓ.
Dr. Vivekbhai, your gazal is one of your best, loaded with deep philosophy of life and excellent poetic richness! I am really proud of you for your writing skill and blessings of Goddess Saraswati on you! Do visit me if your travel brings you to Nadiad!
Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DD University, Nadiad, Gujarat, India
પ્રિય વિવેક તારિ ગઝલ વાચિને મજા આવિ.
Wish u both a very happy birthday.
appi
બન્ને વિવેકભાઈને જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન !
સરસ ગઝલ… અને સરસ રસાસ્વાદ !
બન્ને કવિઓને જન્મદિનની હ્રદયમાંથી શુભેચ્છાઓ.
–ગિરીશ પરીખ
જયશ્રીબેન,
Happy Birthday to વિવેક મનહર ટેલર & વિવેક કાણે સહજ
By Jayshree, on March 16th, 2010 in ગઝલ , ટહુકો , વિવેક કાણે ‘સહજ’ , વિવેક મનહર ટેલર , સ્વમુખે. બન્ને વિવેકના જન્મદિવસ એક સાથે આવવા તે એક અસામાન્ય ઘટનાને આપ બન્નેને એક સાથે તેમની સુદર ગઝલ દ્વારા બિરદાવી શકો છો તે પણ અતિ ઉત્તમ કળા છે.
કવિ મનહર ટેલર કહે છે કે છે “દિલ પર અસર શેનાં આકર્ષણોની ? નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.” આપણા જીવનની મઝલ એક વર્ષ પૂરી કરી બીજા વર્ષમાં પ્રવેશે ને નવા સંકલ્પો ને નવા નિર્ણયો વિચારી તે આકર્ષણથી આગળ ગબડતું રહે છે, જીવનની વાસ્તવિક્તાને ગઝલમાં ઢાળવી તે ઉત્તમ વાત શ્રી મનહરભાઈએ કરી છે.
અને કવિ શ્રી વિવેક કાણે પણ “જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે” કહી માણસ દર જ્ન્મદિવસે એક વર્ષના અનુભવથી ઘડાઈ ઘડાઈ ઘડાઈ નક્કી કરે છે કે હું સુંદર કામ કરું જીવનના અંત સુઘી હસતો રહું. “નર અપની કરની કરે નર કા નારાયણ હો જાય”.
બન્નેની જીવન માટેની સુંદર અભિવ્યક્તિ. બન્ને વિવેકના જ્ન્મદિવસના અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
બન્ને વિવેકીઓને સાદર……
જન્મતાં સાથે વિવેકી કેટલા, જોયું હતું
આ દિને, પહેલું રૂદન, કોઈ પ્રાસમાં રોયું હતું….!!
એ પ્રાસનાં પહેલા રૂદનની
ખુબ ખુબ શુભેચ્છાઓ….
ડો. નાણાવટી
ડૉ. વીવેકભાઈ ટેલર
શ્રી વીવેકભાઈ કાણે ‘સહજ’
જન્મદીનની હાર્દીક શુભેચ્છાઓ..
ગોવીન્દ મારુ