આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

આજે આપણા લાડીલા ગાયક/સ્વરકાર પાર્થિવ ગોહિલનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમના કંઠે આ મજાનું વરસાદી ગીત.….Happy Birthday Parthiv!!

તમને થશે કે ફાગણમાં વરસાદનું ગીત? પણ એ તો એવું છે ને – અમારા Bay Area માં આ તો વરસાદની મોસમ છે.. !! દેશનો ફાગણ દિલને રંગે, તો અહીંનો વરસાદ પણ મન ને ભીંજવવાનું બાકી રાખે?!

કવિ: સંજય વિ. શાહ
ગાયક: પાર્થિવ ગોહિલ
સંગીતકાર : ઈકબાલ દરબાર

.

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ
આકાશે ઓઢી લીધાં છે ઢગલો વાદળ આજ
વીજળીએ સંભળાવી દીધાં કેટકેટલાં સાજ
આવ રે વરસાદ હવે તો…

વાત રૂપાળી વાટ અજાણી વળી અનોખું ગામ
એક છોકરી અલ્લડ અણઘડ જાદુ એનું કામ
અમથું અમથું જોઈને દીધો જનમ જનમનો સાદ
આવ રે વરસાદ હવે તો…

મારી આંખને તારી વાતની મીઠી નજરું લાગી
રોમરોમથી ધસમસતી જો રૂપની નદીઓ ભાગી
દિલના દરિયે પણ જાગ્યો છે પ્રેમનો કેવો નાદ
આવ રે વરસાદ હવે તો…

ડગલું ડગ ચૂક્યું છે આજે મતવાલું મન થાતું
હું જાતો કે મારી પાછળ છાનું કંઈ રહી જાતું
પૂછી પૂછી થાક્યો છું બસ, ચૂપ થા અંતરનાદ
આવ રે વરસાદ હવે તો…

તારી પાયલ, તારી વાણી મારામાં મોહરાય
હસતી હસતી, રમતી રમતી કેવી કહેતી જાય
કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ
આવ રે વરસાદ હવે તો…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

36 replies on “આવ રે વરસાદ… – સંજય વિ. શાહ”

  1. વર્શાગેીતે દેીલને ભેીજવેી દેીધુ.
    સ્વર સ્વ્રરાન્કન સુમધુર્.

  2. Dear tahuko and Parthiv
    I recalled my college days as parthiv used to participate in the festivals, and we took part not to miss his performance.

  3. આજ અચાનક ટહુકાની મુલાકાત લેતા તારી રચના સાંભળીને મજા આવી ગઈ.

  4. […] https://tahuko.com/?p=8027 Posted in કાવ્યો Tags: aav re varsad, clouds, gujarati music, gujarati songs, monsoon, monsoon songs, mumbai monsoon, parthiv gohil, rain, rainbow, rainy season, sanjay v shah, varsaad, varsad, આવરે વરસાદ, ઇકબાલ દરબાર, ગુજરાતી ગીત, ગુજરાતી નાટક, ગુજરાતી સાહિત્ય, પાર્થિવ ગોહિલ, બારીશ, મને ભીંજવે તું, રંગભૂમિ, વરસાદની મોસમ, વરસાદનું ગીત, વરસાદી ગીત, વર્ષા ઋતુ, સંજય વિ. શાહ « rankaar for 19 06 2010 rankaar for 21 06 2010 » You can leave a response, or trackback from your own site. […]

  5. ava gujartati songs koi pan bollywood na songs ne takkar mare em che.

    singer ne pan apda salam che, emno avaj khrekhar khubaj saras che.

  6. ગીત ના શ્બ્દોમાજ એ ગીતની ધુન છુપાયલી હોય છે.મેતો ફક્ત એને બહાર કઢી છે.પર્થિવ એ ખુબ સરી રીતે ગયુ અને સન્જયે સરુ લખ્યુ એટ્લે ગીત તમ્ને ગમ્યુ.પણ તમોએ મને યશભાગી બનાવ્યો એ બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર્.
    next time જો સન્જય મને Chance આપશે તો હજી સરુ ગીત બનાવ્વા ની કોશીશ કરીશ્.
    ઇકબાલ દરબાર

  7. હિતેશમામા,

    તમારો પ્રતિભાવ જોઇને આ ગીત લખ્યા અને ટહુકો પર મોકલાવ્યાનો આનંદ અનેકગણો વધી ગયો! તમે કહ્યું તેમ કાયમ આવા જ ગીત સર્જવાનો પ્રયત્ન કરતો રહીશ… ઃ)

  8. વ્હાલા સંજય,

    આજ અચાનક ટહુકાની મુલાકાત લેતા તારી રચના “આવરે વરસાદ …” મારા કાને પડી … ! સુંદર અતિ સુંદર ! આવા જ કાવ્યો અને કૃતિઓની રચના કરતો રહે તેવી શુભકામના …

    એજ લી.
    તારા મામા

  9. પાર્થિવ ગોહિલને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    સુંદર ગાયકી અને દમદાર સંગીત!
    સુધીર પટેલ.

  10. શ્રી પાર્થીવ ગોહેલને અભિનદન….વસંતમા વરસાદનુ આગમન ભીંજાવા માટે કાફી છે, એક જ વરસાદી ગીત……..

  11. પ્રિય મિત્ર પાર્થિવને જન્મદિનની અનેક શુભકામનાઓ

    રેનિ-નુતન-મેહુલ

  12. આવ્રેરે વર્ર્સાદ ઉનિ ઉનિ જવાનિ ને ધેબરિયો શર્મિલ નો પ્રસાદ્

  13. સુંદર અને બેનમૂન કાવ્ય
    અમિત ગુઙકા,ડોંબિવલી

  14. વરસાદ અને યાદને ભેરુબંધી લાગે છે…

    કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ
    આવ રે વરસાદ હવે તો…

    ફાગણના માવઠાએ મજા કરાવી…

  15. સહુ મિત્રોને મારા આવ રે વરસાદ સાંભળવા અને એને વખાણવા બદ્દલ અંતરમનના ધન્યવાદ. I am really overwhelmed by the response and feedback by people from diverse places. I request Jayshreeben to put my other songs as well (which are not yet recorded but available to read) so that all Tahuko lovers can read them and give their opinion. Thank you all again…

  16. After a long time I got to hear a gujarati song… This song is full of life and refeshing… love it… a beautiful video would make this even better… 🙂 Excellent stuff!!

  17. After a long long time I got to hear a gujarati song… This song is full of life and refeshing… love it… a beautiful video would make this even better… 🙂 Excellent stuff!!

  18. beautiful lyrics and Gayaki. to me in this composition
    the Music has played a big part. The BEATS are the life of this. Great job Darbar saheb.

  19. ચાલો એક માવઠું હું પણ ઠાલવી દઉં..?
    અને પાર્થિવ અને તમને બધાને ભિંજવું…!!

    ચાલ સખી વરસાદે જીવતર ખંખોળીએ
    રોમ રોમ ભીનાપે કાયા ઝંબોળીએ

    કાગળની નાવ અને છબછબીયાં યાદ રે
    ઘરમાં ન આવવાની બા ની ફરીયાદ રે
    ખરડાતાં ભીંજાવું, કેવો ઊન્માદ રે
    ગારો, ખાબોચીયાઓ દેતા’તાં સાદ રે
    બચપણની ચોપડીના પાનાઓ ખોલશું……રોમ રોમ ભીનાપે

    પહેલા વરસાદ તણી મૌસમ કંઈ ઓર છે
    વાલમની વાત્યુના થનગનતાં મોર છે
    દડદડતી જળધારા, મસ્તીનો તોર છે
    લાગે કે પિયુ મારો આજ ચારે કોર છે
    એમ કહી, શરમાતાં પાલવ સંકોરશું…..રોમ રોમ ભીનાપે

    ટપકંતા નેવેથી ટીંપે સંભારણાં
    કરચલ્લી પાછળના ઉઘડતાં બારણા
    ઘટનાનાં ઝાળાએ અકબંધ છે તાંતણાં
    વિતેલી યાદો છે હૂંફ, એજ તાપણાં
    ઓસરીની કોર બેસી સઘળું વાગોળશું…..રોમ રોમ ભીનાપે

    ડો. નાણાવટી

  20. hello,
    what a beautiful surilee present to our beloved Parthiv on his Birthday. I join the chorus in extending my hearty wishes and greetings to Parthiv on this eventful day. Also thank Mr. Sanjay Shah for great lyrics, Mr. Darbar for wonderful composition.

    Jayshreeji, keep this up.

    rgds.
    Umesh Shah

  21. Many many happy returns of the day ! Parthiv,
    particulary my son loves you looot, so on behalf of him and my family !!

    today’s Bhagyeshuncle (Jha)’s b’day, too … great persons born on great day !!!

  22. With my morning tea, this was the best breakfast I got today! Jayshree, thank you from this uncle in Nadiad! It is a great song, music and composition. All artists deserve a great applause!The effect of the song lingers on long after the song is over!

    Dinesh O. Shah

  23. Nice Number on my Favorite season (monsoon) at least the first few days!
    Your graphics are always soooooo good! Thanks.

  24. જયશ્રીબેન,
    આવ રે વરસાદ… – સંજય વિ. શાહ By અમિત, on February 18th, 2010 in ઈકબાલ દરબાર , ગીત , ટહુકો , પાર્થિવ ગોહિલ , વર્ષાગીત , સંજય શાહ વાહ સંજયભાઈ સુંદર ગીત અને મીઠી કલ્પઆના. સુમઘુર સંગીત અને સુરીલા કંઠે ગવાયેલું ગીત ખૂબ ગમ્યું ને માણ્યું. વરસાદને વહેલા બોલાવવા માટે અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *