કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

8 replies on “કહું – હરીન્દ્ર દવે”

  1. ઠેરે ઇસ નો મત્ચ તો હરિન્દ્ર સિમ્પ્લ્ય લસિક્

  2. વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
    કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

    વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
    થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

    આ પક્તિ ના words….oo..its realy good,Meaningful..if u can feel not only read

  3. તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
    ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

    સુદર ગઝલ્ .. ..

    here is something from my side..

    નિત્ય યાદ બનીને તડપાવ્યા કરતું એક નામ,
    બંધ આંખે સતત દેખાયા કરતું એક નામ,
    ટહુકો થઈને કાને પડઘાયા કરતુ એક નામ.
    બે બીડેલા હોઠો વચ્ચે દબાયા કરતું એક નામ .

    સાગરના મોજામાં મહાલ્યા કરતું એક નામ્,
    નદીની રેતમાં રેલાયા કરતું એક નામ્,
    સૂરજના કિરણમાં પ્રકાશ્યા કરતું એક નામ્,
    સુવાસ થઈને હરદમ ફેલાયા કરતું એક નામ્.

    મારી કલમના ટેરવે લખાયા કરતું એક નામ્,
    મારી ચોપડીના પન્નામાં વંચાયા કરતું એક નામ,
    મારા દરેક જાપમાં રટાયા કરતું એક નામ,
    મારા દરેક શ્વાસમાં સમજાયા કરતું એક નામ.

    જીવનની ઘટમાળમાં ઘમરાયા કરતું એક નામ,
    ડગલે ને પગલે ડોકાયા કરતું એક નામ,
    સ્નેહીજનોની વચ્ચે સંતાયા કરતુ એક નામ,
    મારા હાથની રેખામાં રચાયા કરતું એક નામ.

  4. પ્રિય કવિતાજી,

    બંને કાવ્યોમાં ‘તો કહું’ રદીફ છે જ્યારે હરીન્દ્ર દવેની ગઝલમાં રહો, કહો, વહો, ન હો વગેરે કાફિયા છે. રાજેન્દ્ર શુક્લની ગઝલનો જે શે’ર આપે ટાંક્યો છે એમાં ફાવે અને સમાવે વગેરે કાફિયા છે…

    વિવેક
    http://vmtailor.com/

  5. એક વિક મા બબ્બે વાર….!! હરીન્દ્ર દવે ને માણવાની મઝા પડી; પણ છેલ્લી કેટલિક પોસ્ટ્સ ફોટાઓ વગર અધૂરી લાગે છે..!

  6. સરખાં જ કાફિયા વાળી બીજી રચના, very interesting!
    લો કરું કોશિશ ને ફાવે તો કહું,
    શબ્દ જો એને સમાવે તો કહું!
    – કવિ રાજેન્દ્ર શૂક્લ

  7. Really nice written, like the first line most. hey by the way congratulation jayshree. today’s sandesh newspaper they have article that notice this website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *