આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે – શૂન્ય પાલનપુરી

boat

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

8 replies on “આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે – શૂન્ય પાલનપુરી”

  1. ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
    હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

  2. Nice gazal !!

    ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
    જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

  3. ‘શુન્ય’ મારા બહુ જ પ્રીય શાયર. છેલ્લો શેર તો બહુ જ ગમ્યો. સર્વાંગ ‘શુન્ય’ થઇ શકો તો બધા પુરાણ આવી જ ગયા. પોતાનું તખલ્લુસ આમ વાપરવાની ખુમારી માત્ર ‘શુન્ય’ ની રચનાઓમાં જ મળશે.
    તેમના જીવન વીશે જાણો –
    http://sureshbjani.wordpress.com/2006/06/17/shunya/

  4. Avasar vahi jase to fari aavse nahi,aavi sako to aavo haji kanthe pran che.Bahu ja saras.ketlu satya che.koi vahi gayeli ghadio pachi aavti nathi.manushya ketlay dhampachada kare to pan su? etle ja jivan ni ek ek pal jivi levu joie.chokre ni lagna ni ghadi ke pachi “MA”banvani ghadi,ma banya pachi balak ne chati par levani ghadi,te balak na pehla dagala mandvani ghadi,tenu pehlu “MA” bolvani ghadi…..Kai ja pachu nathi aavatu.etle ja kavi e kidhu ke aavavu hoi to aavai jav kanth ma haji pran che.etle ke haji pan evi ketli e ghadio jivan ma aavse jene je te samaye mani levi joie.

  5. અવસર વહી જશે તો ફરી આવશે નહીં

    -આ વાંચીને “मैं गया वक्त नहीं हूँ कि फिर आ भी न सकूँ” યાદ આવી ગયું…

    શૂન્યની સબળ કલમથી જન્મેલી એક સુંદર ગઝલ…

  6. અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
    આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

    સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
    દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

    ખુબ જ સરસ રચના ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *