જીવનનું વિવેચન કોણ કરે ? – સૈફ પાલનપૂરી

સૈફ પાલનપૂરીની આ સદાબહાર ગઝલ આજે ફરી એકવાર.. એટલે સ્વર – સંગીતના બોનસ સાથે જ તો વળી..!! અને એ સ્વર – સંગીત જ્યારે શ્યામલ-સૌમિલના હોય તો? મઝા જ આવી જાય ને…

.

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

14 replies on “જીવનનું વિવેચન કોણ કરે ? – સૈફ પાલનપૂરી”

    • If you understand Gazal then is a Gazal, otherwise it is a puzzle! Saif Palanpuri an excellent and the wording affects your heart.

  1. Excellent GAZAL! While reading, “TAHUKO” sends the message or strike to brain to understand the meaning of Gazal. Cannot find any words to express my joy while reading, and understand the meaning of words of the GAZAL !

  2. થોડા દિવસોની ગણતરી છે બાકી,
    તને મળવા બેતાબ છે સાથી,
    રાહ જુએ છે વતનની માટી,
    કે હજી એક બાળક રહ્યુ છે બાકી.

  3. કેટલીક રચનાઓ તમારા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે… કોલેજના સમયના યૌવનકાળમાં આ ગઝલના આ બે શેર પણ જીવનનો એક અવિભાજ્ય અવયવ બની રહ્યા હતા…

    વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
    પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

    આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

    – આજે સરસ મજાની ગાયકી સાથે જિંદગીથી છલોછલ આ શેરના સથવારે ફરીથી એ દિવસો જીવવાની મજા પડી…

    આભાર!

  4. ખુબ મઝાની ગઝલ-
    સુંદર ગાયકી
    કદાચ કોમ્પ્યુટરની કોઈક ખામીને
    ? લીધે બરોબર માણી ન શકાઈ

  5. માત્ર ગઝલ કે ,શે૨ જ નહિ પણ ગાયકી પણ એટલી જ મસ્ત ,રોમેન્ટીક વાહ શ્યામલભાઈ , મજા આવી , સૌમિલભાઈ પણ સરસ >>>ખુબ સરસ >>..આભાર, જયશ્રી…
    સૈફ પાલનપૂરીની સરસ રાચના>

  6. Fantastic ….lekahn, sangeet ane gayki
    And above all, aavi sunder rachana amara kaan sudhi lavava badal thanks a lot

  7. ઘણાં વખતે ‘ટહુકો’ની મુલાકાત લીધી આ સુંદર ગઝલ વાંચીને. જીવનની દરેક ક્ષણ નવી અનુભૂતિ લઇને આવે છે ત્યારે આવનારી ક્ષણોનો ઈંતેજાર કરતાં કરતાં વીતેલી ક્ષણોનું વિવેચન અધૂરી કિતાબના પાના ભરવાનો પ્રયત્ન કરતું જણાય છે. જીવન જીવવાનું પ્રેરક બળ મોત સુધી આનંદપૂર્વક માનવીને લઈ જાય છે ત્યારે જીવન સંઘર્ષ પૂરો થતો જણાય છે.

  8. જિવન ઉપર જેટ્લિ રચનાઓ હોય તેટ્લિ ઓછિ પડે છે.કવિ એ એક સાથે કુદરત ને ફિલોસોફિ ને જિન્દગિ મા હકરાત્મક અભિગમ મા વણિ લિધિ છે.બધા જ શે૨ સરસ છે.
    નિરવ પડ્યા વદોદરા.

  9. બહું જ સુંદર ગઝલ છે.

    વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
    પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

    કેટલું મસ્ત વર્ણન કર્યુ છે.. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *