એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?
નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
Enjoyed. very much.
Keep it up ..
hope to get such kavya from u in near future.
with best wishes.
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ? – Khub j saras..!!
અરવિદ ગડા
ધન્યવાદ આપનું નવુજ રુપ જોવા મળયુ ખુબ સુંદર રચના
RAYSHI GADA
આભાર રાયશિ ભાઇ
સાભલવુ ગમે પન આવતુ નથિ
I like a girl namely Rachna. We both love each other, but can’t confese it. My name is Amit. Send me some best lovepoems like “Aek chhokri saav achanak…..” I wish you do it
નવા નવા અને નવી નવી નુ સુન્દર આવર્તન્.
એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !
ખુબજ સુંદર, મજાનું ગીત…યુવાવસ્થાની યાદ અપાવી.
બહુ સુંદર…યુવાવસ્થા યાદ આવી ગઈ…
‘મુકેશ’
સુંદર મજાનું ગીત…
વાહ વાહ !
રપાના આવા ગીત બાદ યુવાનીમા આવતાના ભાવની સુંદર અભિવ્યક્તી
તરુણાવસ્થાની ઉર્મિઓની સુંદર અભિવ્યક્તિ.
ગીત ની નીચે પ્લે કરવાનુ ઓપ્શન દેખાતુ નથી.