પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણિતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્ય યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઇ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
aatlu sunder ane kataksh bharyu!! maja padi gayi..
Samjaatu nathi kharekhar kya sher ni daad aapvi?? ek se badhkar ek..
Congratulations to you.. for such a wonderful creation!
બહુ જ મસ્ત
વાર્તાઓ ને જિવન ના સન્દર્ભ મા સુન્દેર રિતે સાન્કલિ લિધિ ચ્હે.
ખુબ જ સરસ
આનદ થિ લખુ
ha ha ha ! quite humorous-not only poem but comments too. i totally agree with vivek. Dushyant-Shakuntala stanza feels like odd man out !
is it ‘melavya’ or ‘melavava ‘ puraskar !!!????…….. well said kunal about ‘sheradipaak ‘! hehe
જાણીતી વાર્તાઓના સંદર્ભે રચાયેલી ગઝલ તો પ્રથમ જ જોઇ કદાચ્.. ખુબ સુંદર….
અને મને કળે છે ત્યાં સુધી પંચમભાઈ, આ શેરડીના ખેતરમાં ઈનામ એ બીજું કંઈ નહિ પણ 🙂 શેરડીપાક જ હોય શકે..
nice one !!
બહુ જ સરસ્ સાવ નવા નક્કોર વીચાર. ઉદયન ઠક્કર શૈલી…..
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
ખરેખર મજા આવી ગઈ…
આ વિવેકે પણ જબરું ધ્યાન દોર્યુ હોઁ, કે “આ બધી પંચતંત્રની વાતોમાં શકુંતલા-દુષ્યંત નાહક ઘુસી આવ્યા…”
ઉદયન ઠક્કર છાપ નવી જ વાત. છંદ વિધાન પણ નવું જ!
નીચેની પંક્તિ થોડી ગડબડ વાળી લાગી.
એક દિવસ શેરડીના ખેતરે જાણિતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્ય યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
વાહ યાર! આવી ગઝલ લખી શકાય એવી તો કદી કલ્પના પણ ન્હોતી કરી… પણ આ બધી પંચતંત્રની વાતોમાં શકુંતલા-દુષ્યંત નાહક ઘુસી આવ્યા…
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
-આ શેર તો શિરમોર થયો છે… ઉદયન ઠક્કરના પ્રયોગો પણ એમની કવિતા જેવા જ મજાના હોય છે…
બાળપણમાં વાંચેલી વારતાઓના referencesથી એ morals, સિધ્ધાંતો યાદ આવી ગયાં, અને આ context માં, very interesting, thought provoking.