શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું.
મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું.
હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું.
શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું.
સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું.
આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું.
સુંદર ગઝલ…
શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું.
ખરેખર અદભુત્…………….
વાહ વાહ ખરેખર ખુબ સરસ છે.
ખુબ જ સુન્દર ગઝ્લ
“સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું.”
કડી ખુબ જ સરસ ……………. બીના ગન્ધકવાલા
My Umble best wishes to respacted Bhagavatibhai for his good health & wealth.
I learn alot by Reading his acadami award winning novel ” ASURYALOK”.
Simply the best of Gujarati litreture.
સુંદર અર્થસભર ગઝલ!
ગઝલ જેવું મારું એક ઘર હોય,
વહાલભર્યા રદિફ-કાફિયા હોય,
પછી દુનિયાની કોને પરવા હોય.
ભગવતીકુમાર શર્માનું એક ગીત છે-“અઢી અક્ષરનું ચોમાસું”, આ ગીતની પ્રથમ પંક્તિ જ મને યાદ છેઃ
“અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે”.
વર્ષાના આગમને આ ગીત વાંચવા-સાંભળવા મળે તો ખૂબ આનંદ થશે. https://tahuko.com/?p=632
આભાર.
સરસ ગઝલ
મને આ વેબસાઈટનો અભિગમ ખુબજ ગમ્યો.હુ એક composer છુ. મને આમાથી ઘણા નવા ગીતો જાણવા મળ્યા છે.
સુંદર ગઝલ…
શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું.
-અર્થસભર મત્લો…