આજનું આ ગીત આખેઆખું ધવલભાઇ પાસેથી… એમના શબ્દો, એમણે પાડેલો ફોટો, અને ટાઇપ કરવાની મહેનત પણ એમની..!! 🙂
——-
ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.
– ધવલ શાહ
(દરિયાને તીર… Photo by : Dhaval Shah)
* * * * *
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે. ‘
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
-સુંદરમ
(આભાર : લયસ્તરો)
Smudar nathi moti Nikle am aa kavita sundar che
1973 નિ યાદ તાજી થઈ ગઈ…ચોક્ક્સ તો યાદ નથી, પણ ત્રીજા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે.
જયશ્રી બહેન ને “પગલા” આપવા માતે ધન્યવાદ્….
Wonderful poem!Extra ordinary request for selfless gifts.A guest does not visit our house without bringing any gift,right?
સાવ વિસરાય ગયેલ સુન્દર કવિતા, હવે યાદ તાજિ કરાવે ચ્હે.
પ્રથમ તો આવી સુંદર કૃતિને ટહુકો પર મૂકવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ!! હું રાજકોટની એક નામાંકિત શાળામાં ઘણા વર્ષોથી ભાષા શિક્ષક તરીકે કાર્યરત છું.અફસોસ કે આજે આવી સુંદર કૃતિઓને પાઠ્યપુસ્તકમાં સ્થાન નથી.જોકે અમારી શાળામાં પાઠ્યપુસ્ત્ક સિવાયની કૃતિઓને પણ શિક્ષક ઈચ્છે તો પોતાના અભ્યાસક્રમમાં સમાવેશ કરી શકે છે. અને તેથી જ ગત વર્ષે આ કૃતિને મેં મારા વ્યક્તિગત અભ્યાસક્રમમાં સ્થાન આપેલ.અમારી શાળાના એક શિક્ષકે તેને સુંદર રીતે ગાઈને તેનું રેકોર્ડિંગ કરેલ છે.જે હું વિદ્યાર્થીઓને જ્યારે સંભાળવું છું ત્યારે તેને શબ્દદેહે ટહુકો પરથી રજૂ કરું છું.ખરેખર વિદ્યાર્થીઓ તેને ખૂબ જ રસ પૂર્વક માણે છે. જયશ્રીબેન તથા ધવલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર!
સીમા બારાઈ (વખારિયા)
સીમાબેન,
એ રેકોર્ડિંગ અમને ટહુકો પર મુકવા માટે મળી શકે?
આ જ કૃતિ મારા જ સ્વરાંકનમાં અને મારા જ અવાજમાં અમારી શાળાના સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલ છે. વિદ્યાર્થીઓ સરળતાથી ગાઈ શકે એ હેતુથી સ્વરાંકન કરેલ છે. ટહુકા પર આપવામાં કોઈ મુશ્કેલી નથી પણ આ માટેની પ્રક્રિયા શું છે ? એ જણાવવા વિનંતી.
Best Of Song, So I am Very Happy
ક્બુલ…. ૧૯૭૫ નિ યાદ તાજી થઈ ગઈ…ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે.
જયશ્રી બહેન ને “પગલા” આપવા માતે ધન્યવાદ્….
પગલાં – સુંદરમ
By Jayshree, on October 24th, 2009 in ગીત , સુન્દરમ | બેન ગીત મળતાં અનહદ આનંદ થયો છે. ૧ દિવસમાં જ મારી માંગને સંતોષી તે માટે તમારો ખુબ ખુબ આભાર.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
સરસ મજાનું બાળગીત છે.
હેલો ધવલ ભાઇ, સરસ મજા નુ કાવ્ય . બાલપન યાદ આવ્યુ, આભાર. અને તેમા ઉચિ જ શબ્દ ચ્હે.નહિ કે એકલિ.
પાંચમું ધોરણ યાદ આવી ગયું જયશ્રીબેન, વાહ! આભાર. મારી યાદ પ્રમાણે પણ બીજી લીટીમાં ઊંચી અટુલી જ છે. પણ ત્રીજા મહેમા કદાચ સરવરદેવ હતું. ખેર, પાંત્રીસ વર્ષ પહેલાની યાદો થોડી ધુંધળી થૈ ગઈ છે.
દરિયાનેતિરેીક્રેતિનિઓત્લિ…..વાન્ચિ……સામ્ભલવા ક્યારેમલસે?…રન્જિત્વેદ્
થેંક્યુ જયશ્રી, થેંક્યું ધવલભાઈ,
ખરેખર અઠવડિયા પહેલા આ કાવ્ય મનમાં આવ્યુ હતું શબ્દો
બરાબર યાદ ન આવતા હતા અને આજે જો સામેથી મળી ગયું.
કેવો યોગાનુયોગ!! જયશુખ સર આ કાવ્ય ગવડાવતા હતા
અને સાથે છેલ્લી પંક્તિમાં કાનુડે ઓટલી બનાવી જી રે…ઉમેરતા.
થેંક્યુ વેરી મચ.
ધવલભાઈ સુંદર કવિતા મૂકી,
શાળાના દિવસો યાદ આવી ગયા.
બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દ હોવાનું જ મને યાદ છે.
આભાર.
એકલિ ન હિ પન ઉ.ચિ જ બ રા બ ર ચ્હે. અમે નાનપનમા ભ ને લા એ ત લે યાદ ચ્હે
સરસ બાળગીત….
as we grow older, we realise the strength of this poem. its very nice .
બહુ વર્ષો પછી આ કવિતા જોવા મળી. વાંચીને ઘણો આનદ થયો.
બાળપણ યાદ આવી ગયું. અને હાં, મારા ખ્યાલથી બીજી લીટીમાં ઊંચી અટુલી જ છે.
આભાર જયશ્રીબેન.
સીમા