જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

118 replies on “જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર”

  1. ખુબ સુન્દર કાવ્ય અને પુરુશોત્તમભઇ એ મન મુકિને ગાયુ ચે.ભાવ વિભોર થઈ ગયા.

  2. If you have the meaning of each sentences in english, I will appreciate your help.
    Thanks
    Lalit Pansar
    Toronto, Canada

  3. આ ગિત સઆમ્ભદિને મઆ અને દિકરનો જે પ્રેમ સે તેનુ અહોઇ વરન કરયુ સે મને આ ગિત સમ્ભદ્વુ વભહુ ગમે સે મે સ્ચોૂલ મા પન ગયેલુ સે

  4. જયન્ત પાઠક રચિત ‘મા’ કાવ્ય રજુ કરવા વિનંતિ છે.

  5. For every one of us it is rather impossible to payback our mother’s debt (MATRURUN). The philosophy and science behind this is very simple. We all have heard that the hands that rock the cradle rule the world. This is literally true! Today Hindu religion is the only religion that worships GOD in the form of female…SHAKTI. Now the very word shakti means energy. It is very important to remember that more than 99% of the energy produced in our body (this is for a human being) is generated in the component of our cells called MITOCHONDRIA. These subcellular organelles called mitochondria are inherited in human being from mother only. Father does not contribute mitochondria and hence has no claim over the energy production in their offspring. In everything we do we need energy….this can be breathing, thinking, reading, walking, eating etc… etc. So now ask yourself how much your mother has give to you and how can you payback?
    With regards,
    Jayendra Thakar, Ph.D.

  6. hato hu suto parane putra nano,
    radu chhek to rakhatu kon chhanu?
    for we Indians every day , every moment is precious than mothers day
    chhoru kachhoru thay , mavatar kamavatar na thay.
    avo sathe mali sankalp karie bharat ma ek pan vridhdhashram ni jarur na pade!

  7. i like this song.really great.
    i m in bangalore મને મારિ મમ્મિ યાદ આવિ ગઈ.
    i have no words to subscribe it.

  8. પ્રિય,
    આજે કેનેડામાં બેઠા બેઠા મારું પ્રિય ગીત જનનીની જોડ……. સંભાળવા મળતાં અતિ આનંદ થયો. હું ધોરણ પાંચ માં હતો ત્યારે આ કવિતા અમે ભણેલા.આજે એકતાલીસ વરસ પછી એ સંભાળીને મને કેટલો આનંદ થયો હશે તેની તમને કદાચ કલ્પના પણ ના હોય શકે.
    વધુમાં જનાવાવાનુંકે મારે એક ગુજરાતી ગીત ની જરૂર છે. જે અહીના ગુજરાતી સમાજના કાર્યક્રમમાં ઉપયોગી છે…….જેના શબ્દો કઈંક આવા છે…..
    જેની ઉપર ગગન વિશાળ …….જ્યાં સોમનાથને દ્વાર..રક્ષા કરતા રખેવાળ…………….હરિયાળી ડુંગર માળ………………થનગનતી નાર……
    સાબરમતી નદીને તીરે , ધુણી ધખાવી નગ્ન ફકીરે, ચાલ્યો દાંડી નિસાર …જેની ઉપર ગગન વિશાળ…………
    કદાચ આ ગીત “ઉપર ગગન વિશાળ” નામના ગુજરાતી ફિલ્મ નું ટાઈ ટલ ગીત હતું. જો આપ એ ગીત મને ઈ મેલ કરી શકતા હો તો આપનો ઘણો ઘણો આભાર.
    પંકજ પટેલ
    મોન્ટ્રીયલ
    કેનેડા.

  9. હુ જ્યારે આ કાવ્ય સાંભળુ છુ ત્યારે મારુ રોમ રોમ પુલકિત થાય છે
    હુ મારા ભુત્કાળ માં સરિ પઙૂ છ્હુ

  10. મારે “મત્રુ ગુહ્જન “…”માત્રુ ગુન્જન્”સમ્ભલ્વિ ચ્હે જરુર્થિ મુક્શોજિ લેખક ચ્હે શ્રેી દમોદર બોતદ્કર “દિક્રિને સસ્રે વદવ્ય પચ્હિનિ મતનિ વેદાન દર્શવતુ કવ્ય જરુર્થિ મુકવા વિનન્તિ ચ્હે રન્જિત્૫ અને ઇન્દ્ેીર જ્સ્ક્ઃજય્યોગેશ્વર્..ાભર્.

  11. This brings tears in my eye, everytime i listen it.
    Really we r lucky to have a mother previledge only on earth.
    Great song….

  12. since long Ba was mentioning this Geet. She is 83 years old, her Mosal was in Botad. She remembers (!) Kavi Botadkaerji even. ( when did he died ?)
    Today i called her from germany and let her hear from Tahuko.
    When she said, મજા આવિ ગઇ…’
    I think this the biggest thanks i got in my life !
    meena

  13. જર્મનિથિ ફોન મા બા ને સન્ભ્રરાવિયુ.
    મિચ્ચામિ દુક્ક્દ્મ!

  14. USA ma rahi ne , India rehti ” MA ” ni yaad avi gai che. very good , i will sing it in my temple on mothers day. thank you

  15. kharekhr jordar song che, hu to atyare sasri ma rahu chu pan daily aa song sambhu chu ane mari banne matao ek mari ma ane ak mara sasu ma ne manoman vandan karu chu.

    thanks a lot jayshree ben. thanks again.

    i miss u my mummy…i love u mummy.

  16. પ્રનામ પુર્સોતમભાઇ,
    તમારા સવર મા ગવાયેલુ આ મા નુ આ કાવ્ય અત્યરે અત્લુજ
    સાભદવુ ગમે.તમરા અવાઝ મા અન્ને ચાર ચન્દ લાગિ ગયા

  17. I M NOT ABLE TO FIND THE LINK TO LIST THIS SONG ‘JANANI NI JOD SAKHI’ ON TAHUKO.COM/P=705. PLS GUIDE ME FOR THE SAME.

  18. તમારો ખુબખુબ આભાર. હુ નાનો હતો ત્યારે આ ગીત સાભલવા મલ્યુ હતુ. ફરિથિ સાંભળી ઘનો આનન્દ થયો.

    માતૃદેવો ભવ

  19. ઘણાં વર્શો પહેલાં આ કવિતા વાંચી હતી. આજે પહેલી વાર સાંભળી આંખો ભીની થઈ ગઈ.

  20. ખુબ જ સુન્દર, પણ આખુ ગિત સામ્ભળવા ન મલ્યુ, પણ રસ ના તો ચટકા હોય્ વાટકા ન હોય

  21. Visited the site for the first time
    listened to Janni ni jod sakhi nahi male re lol geet.
    Just took me back to my place in Ahmedabad the home, the trees, the zhulo the beautuful sounds of birds and my parents enjoying an evening with a sip of tea togather on the same zhulo. which is still there in a closed home.

  22. This site is awesome and i and my mom liked it very much.this is da cool collection i ever had seen on internet.i like this pretty much and i requests you to put INDULAL GANDHI;S
    ””’AANDHADI MAA NO KAAGAD   ( https://tahuko.com/?p=393 )
    ”” CAUSE MY MOM LIKED IT VERY MUCH AND I HOPE YOU’LL DO ME A FAVOUR..THANK YOU SO MUCH…AND I’M GLAD TO SEE YOUR WEBSITE….JAI SHREE KRISHANAA…..

  23. માતાના ગુણગાન ગાતા આ ગીતની પણ કોઇ જોડ નહી મળે.

    પરંતુ, Mother’s Day (!!!!!!!!!!!!!) ની ઉજવણી કરવી પડે તેનાથી વધારે કરુણતા એક માતા માટે શું હોય? આ તો સંસ્કૃતિની દેન છે કે પાશ્ચાત્ય દેશોમાં મધર્સ ડે, ઉજવવો પડે અને આપણા ભારત વર્ષમાં તો જેમ જયશ્રીએ લખ્યું તેમ રોજે રોજ માતૃદેવો ભવ.

  24. kharekhar jordar chhe
    lagbhag 6 – 7 ma gujarati bhasha ma aa kaavya avtu hatu yaad taji thai gai

  25. samay hath maathi sari jaaye chhe evu gana loko kahe chhey pan jayshree na hath maathi nathi sarto…..jayshree ni jod pan sakhi nahi jade re Lol…

  26. ANKITBHAI I VISITED TAHUKO & WRONGLY WROTE KESUDO WHICH I EARLIER VISITED.CHANDRAVADAN.

  27. I visited tahuko.com first time.  અને જનની ની જોડ સાભળી આનંદ થયો. વળી આજે ૧૨મે અને કાલે ૧૩મે યાને મધર્સ ડે.ગુડ લક ચ્ન્દ્વદવદન

  28. હ્દયસ્પરશિ ગીત….. ઘણા વખતે સાંભળ્યું.
    Thank you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *