આનંદ મંગલ કરું આરતી

સ્વર – રેખા ત્રિવેદી, શ્રીદત્ત વ્યાસ

સ્વર – શ્રી સુરેશઆનંદજી

આનંદ મંગલ કરું આરતી‚
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…

રતન જડીત બાજોઠ ઢળાવ્યા‚
મોતીના ચોક પૂરાવ્યા
આનંદ મંગલ કરું આરતી…

રત્ન કુંભ વત બાહર ભીતર‚
અકળ સ્વરૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

અનહદ વાજાં ભીતર વાગે‚
આનંદ રૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…

જેને આંગણ તુલસીનો ક્યારો‚
શાલિગ્રામની સેવા
આનંદ મંગલ કરું આરતી…

સંત મળે તો મહાસુખ પામું‚
ગુરુજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું આરતી…

ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚
પ્રગટયા દરશન દેવા
આનંદ મંગલ કરું આરતી…

અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે‚
ગંગા જમના રેવા
આનંદ મંગલ કરું આરતી…

કહે પ્રીતમ ઓળખ્યો અણસારો‚
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું આરતી…

16 replies on “આનંદ મંગલ કરું આરતી”

  1. પહેલાતો દિપલબેનને અભિનંદન, ટહુકાની સારવાર કરવા બદલ.. ટહુકો હવે સ્વસ્થ રહે સુભેછા.
    ટહુકાના તંદુરસ્ત આગમન પછી સરસ મજાની આરતી કરી.
    આનંદ આવી ગયો.

  2. વેર્ય ફિને આર્તિ અનન્દ મગન્ગલ્.. લિસ્તેનિન્ગ ફ્રોમ ઓઉર ચિલ્ધોૂ કેીપ ઇત ઉપ સુન્દર્… થન્ક્સ્

  3. અઙસઠ તીરથ મારા ગુરુને ચરણૅ, અદભુત રચના
    આન્ંદમ્ંગ્લ કરુ આરતી.

  4. રેખા ત્રિવેદી તથા શ્રીદત્ત વ્યાસના સ્વરમાં સુંદર આરતી, ધન્યવાદ !

  5. પ્રેમ ધરી મંદિર પધરાવું‚
    સુંદર સુખડાં લેવા…

    જેને આંગણ તુલસીનો ક્યારો‚
    શાલિગ્રામની સેવા
    આનંદ મંગલ કરું આરતી…

    ખુબ સરસ જુની આરતી.

  6. સુન્દર આરતી,અમારી ભક્ત ગ્નાતીમા પ્રસન્ગોચીત આ આરતી વારસાગત સમુહમા અવશ્ય ગવાય જ છે.
    થોડા શબ્દો અને પદોમા મને ફેર જણાયો.
    જે સુધારા સાહિત સવિનય રજુ કરવાના વિવેક ભન્ગ બદલ ક્ષમા યાચના.
    જો કે વાલિયો ‘રામ’ ને બદલે ‘મરા. મરા’ કરતા વાલ્મીકી બની ગયેલા.

    આનદ મગલ કરુ હુ આરતિ, હરી ગુરુ સન્તનિ સેવા…….આનદ
    પ્રેમ ધરીને મારે મન્દિરે પધારો,સુન્દર સુખડા લેવા….આનદ
    મારે આગણીયે તુલસીનો ક્યારો,શાલીગ્રામની સેવા..આનદ
    રત્ન સિહાશન પર આપ બીરાજો, છો દેવાધિદેવા..આનદ
    કાને રે કુડળ,માથે રે મુગટ,પ્રગટ્યા દર્શન દેવા..આનદ
    રામ લક્ષમણ ભરત શત્રુઘ્ન,ચારેય ભાઇઓની સેવા..આનદ્
    સન્ત મળે તો મહાસુખ પામુ,ગુરૂજી મળે તો મેવા.આનદ
    અડસઠ તીરથ સન્તોને ચરણે,ગન્ગા યમુના રેવા..આનદ
    ત્રિભુવન તારક,ભવ ઉધ્ધારક,આવો દર્શન દેવા.આનદ
    માખણ મિસરિ મધુફળ ચાખો, ચાખો મીઠા રે મેવા..આનદ
    દાસ પ્રિતમ છે હરી ગુણ ઘેલો, હરીના જન હરી જેવા.આનદ

  7. વ્દન હો ગુરુજિ ને , ગુરુજન્ને , આર્ તિ મન મન્દિર ના કલેશ તાપ ને દુર કરે ……………પ્રભુ સમેપ ….લૈ જ્જાયે …………..અતિ સુન્દેર …………નેયમિત કર્ત રહો ……….

  8. Gujarati typing thi used to nathi etle favtu nathi.bau j saras jyare jyare a arti savare mare parental home ni najik na mandir ma vagti em thatu ke badha ni savar game tyare pade pan mari savar to have j padi.bhav vibhor ane bhakti pradhan banvi de eva jordar shabdo ne rag.superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *