જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.
– ચિનુ મોદી
mathana farel kavio etale narmad chandrkant bashi ane chinu modi i am proud of you all narendra
શુકહુ શુ ના કહુ ?
કવિ નિ જેમ કહે
તા પણ નથિ આવડતુ ને તેમણે કૈ બાકિ નથિ રાખ્યુ
ખૂબસુરત ગઝલ… બધા જ શેર મજાના…
સુંદર રચના
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
કેવો સંતોષી જીવ !બધું મેળવવા જતાં કંઇ ના મળે એના કરતાં એક બે આપણાં મળૅ
તો રાત નીકળી જાય, વાત બની જાય.
મુઝાય છે સરસ રચના તારા ને મારા નો સરસ સમનવય
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
ખુબ જ સુન્દર રચના
વર્ષો પછિ પણ સ્મરણ થતા આંખ ભીની થાય છે.
બહોત ખુબ!
ઍક બૅ મારા મળૅ તો રાત વીતી જાય છે.
દિલ ખોલીનૅ વાત કરવાથી હૈયુ હળવુ થાય છે.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે…ખુબ સુંદર રચના.
પણ ભુલેલા ને યાદ કરવા પડે ને?
ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.
કરેલ ભૂલ સમજાય ને પછી પસ્તાવાનુ પવિત્ર ઝરણુ વહે તો એ ભૂલ ફરી ન થાય્.
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.
સરસ …
હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.
સંતોષનુ ફલ સુખ-શાન્તિ.
ઍક બે મારા મલે તો રાત બિતિ જાય …પણ મારા મલે ક્યા ?
સુન્દર રચના !
હુ નથી આકાશ કે મબલખ મને તારા મળે,
એક બે મારા મળે તો રાત(જીવન) વીતી જાશે.
કાચ મા નુ બિમ્બ એ પબ્ર્હ્મ નુ અન્તર મા પદેલુ પ્રતિબિમ્બ