હિંમાશુભાઇને આજે ઓક્ટોબર ૦૯ – એમના જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ સાથે.. એમની જ ગઝલ Birthday Gift માં..!! 🙂
સ્વર – સંગીત : કર્ણિક શાહ
(મંઝિલની વાત કે રસ્તાની ?? … Bridge on Niagara River & Niagara Falls – June 09)
* * * * *
.
જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે
રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે
ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે
મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે
દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે
– હિમાંશુ ભટ્ટ
છેલ્લેથી ત્રીજી કળી જે ગીતમાં છે પણ Lyricsમાં નથી
વળગી રહ્યા તમે તે વ્યવહાર છે ફકત,
મૈત્રી નથી એ આપવા લેવાની વાત છે.
ભાઇ હિમાંશુ
જન્મદિવસની શુભેચ્છા અને આવી સુંદર કૃતિઓ રચતા રહો એવી શુભકામના..
” મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે ”
એક બે ઘટના ….પછી મૃત્યુ …. પછી નવું જીવન….ફરી એક બે ઘટના ….ફરી પાછું મૃત્યુ …. પાછું નવું જીવન……
કુંપળમાં ઝાડ જાગે છે. ફળ-ફૂલથી લચશે…. મહોરશે… જેમાંથી અનેક કુંપળો પાંગરશે અને કુંપળનું ઝાડ આખરે આખે આખું ખરશે.
ભાઇ હિમાંશુએ 84 લાખ ફેરાંની વાત કેવી સહજતાથી કરી છે.
આ સંદર્ભમાં અહીં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની ગઝલનો શેર યાદ આવે છે
“પાણી થવાને કેટલું પાણી સહન કરે !
વાદળ બનીને વીજથી સળગી જવું પડે !”
ડો. જગદીપ ર. ઉપાધ્યાય
Dear Allcon,{ All Concerned}
Excellent composition. Need to learn something after listening to this Gazal.It shouldn’t happen that the writers and singers efforts to convey the message doesn’t serve the purpose for what it is intended for.
All Indians especially Gujraties should spread this philosophy and ideology atleat in the family.
Thanks for the preccious Gazal like this.
kaushik & Bharti sheth
Fairfax, VA USA
સુંદર ગઝલ…
Himanshubhai,
Abhinandan khubaj sari gazal sambhalvamali. shu sundar shabd prayog… Ahhaa kushalta purvak kalpnakari chhe.
જન્મદિન મુબારક…ગઝલ સરસ છે.વધુ લખો તેવી શુભેચ્છા .
જન્મદિન મુબારક… સરસ ગઝલ !!
Hi Jashree,
Jeevan no saar ek …. very nice but couple of lines are not listed in the print (i.e. these two lines are after Olakh ….). Please see you may include those two lines, Once again congratulation on your efforts.
With warm regards
Kumar Sheth
Los Angeles
Hi Jayshree !!!
Jeevan no saar ek bey ghatnani vaat chhe… Kharekhar satya pragatvyu !!!
Mazaa aavi gayi ghazal sambhaliney… Hriday pulkit thayi gayu.. Please keep it up..
Warm regards
RAJESH VYAS
CHENNAI
beautiful lyrics and nice gayakee.
beautiful lyrics and nice gayaki
happy birthday, lovely creation!!
ખુબ જ સરસ રચનાં…happy birthday to himanshu bhai…જય માતાજી.
વાહ!
ગઝલ પણ સુંદર અને ગઝલના ભાવને અનુરૂપ સ્વરાંકન/ગાયન.
-અભિનંદન.
ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે
મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે
ાહ્
વ્હિમાંશુભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ
Himanshu,
Congratulations for this ‘Jivan no Saar’ poem. It has a wonderful take-home message. Karnikbhai has composed and sang it very well. Best wishes for many more such jewels of Gujarati poems in the coming months and years! Your poem and music made my morning most refreshing in a far away place, Nadiad, Gujarat, India. With best wishes and regards,
Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India
ઈશ્વર, ધર્મ અને પ્રેમ, શ્રધ્દ્દાની વાત છે……
ખુબ સરસ રચના……સરસ ગાયકી…
કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ…
[…] જીવનનો સાર Posted on October 9, 2009 by hvbhatt આજે એક જૂની રચના – કર્ણિક ભાઇ શાહના મધુર અવાજમાં. આનું રેકૉર્ડીંગ એક બેઠ્કમાં થયેલું છે, તેથી વાથ્યોની કમીછે. તો પણ આશા છે કે તમે ગઝલની મજા માણી શકશો … ગઝલ સાંભળવા માટે ટહુકો પર જાવ. […]
Happy Birthday Himanshu bhai. હજુ Dallas મા ૯ મિ October થૈ નથિ but this is in advance. Listened to above gazal and liked it.
સુંદર રચના મકતાનો શે’ર ખૂબ સરસ.
સપના
જન્મદિવસ મુબારક
વધુ લખો અને નિયમિત લખો તેવી શુભેચ્છા અને અપેક્ષા
હિમાંશુભાઈને જન્મદિવસની મુબરકબાદી.
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે’
ગઝલ તો સરસ છે, સાથે સાથે નાયગરાનો ફોટો પણ સરસ મુક્યો છે.