(વહે છે વહાલ થઈ…. Photo: Hudson River, Upstate NY. June 09)
* * * * * * * * * *
ન સવાર થઈ કે ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું – ન થશે કશું – હુ ઉભી છું માત્ર અભાવ થઈ
અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું –
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ
તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ
એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ –
અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ
હું આ ઝાડ થૈ ને ઉભી રહું કે પરણ થઈ ખખડ્યાં કરૂ ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ
-કવિ રાવલ
મળવા બન્ને કિનારા ને છે તત્પર
વહી રહી છે નદી શ્વાસ થઈ
કુદરત નુ સૌન્દર્ય છે ઉજ્જવળ
વિરહ મા મિલન નો સ્વાદ લઈ
થોડો પ્રયત્ન કર્યો છે સુન્દર કાર્ય ને બિદરાવવા.
બિજો શેર ખુબ સરસ લાગ્યો
સરસ ગઝલ બદલ ખુબ અભિનનદન્
dear kavi,i’m delighted.good 2 see u progressing.i h’ve been an ardent fan of you.love u n god bless u.
સુંદર ગઝલ છે.
ખૂબજ સરસ . નવાજ કલ્પન અને સુન્દર શબ્દો….
કવિ રાવલ, એશા દાદાવાલા, વૈશાલી જોશી….ગુજરાતી કાવ્યજગતનું ભવિશ્ય ખૂબજ ઉજ્વળ છે જ……..
ખૂબ જ સુન્દર રચના. મજા આવી ગઈ.
ખૂબ જ અઘરા છંદમાં સર્જાયેલી સુંદર ગઝલ!
‘કવિ’ને અભિનંદન!
સુધીર પટેલ.
ખૂબ સુદર ગઝલ——
યુગો થિ આથમતિ સાંજ અને પ્રગટતુ પ્રભાત; અહિં તો પલકારે પ્રગટિયુ પ્રભાત અને ઢળિ ગઈ સાંજ….
સાદ્યંત સુંદર ગઝલ…
કામિલ છંદ ગુજરાતી ગઝલ માટે આમેય અઘરો ગણાય છે અને આ છંદમાં આવી સરસ ગઝલ લખવી એ પોતે એક ઉપલબ્ધિ ગણાય…
અભિનંદન, કવિ !
Congratulations to the poet! It is a great poem with symbolism for a suppressed woman by her husband. Instead of fight back philosophy of west, the poem says I will respond according to what you do, it is more mature way of expression that the poet describes. Various things like tree, mountain are symbols of family members. I really thought the poem is great exprewssion of how a woman fulfills her role as wife, mother, sister, companion etc.
Dinesh O. Shah, Shah-Schulman Centre for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India
વાહ, ખૂબ સુંદર ગઝલ….
સીમા
શું લય છે અને મોહિત કરી દે તેવા શબ્દો … અને વિચારવા પ્રેરતા વિચારો …
અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું –
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ
તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ
ગનીભાઇની યાદ કરાવી દિધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિં ઉન્નતિ ના પતન સુધી
ફકત આપણેતો જવું હતું, જરી એકમેકના મન સુધી …