રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર : હેમા દેસાઇ
Music Arranged & Conducted by : આશિત દેસાઇ

.

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ

હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

18 replies on “રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ”

  1. પ્રાચિન ગરબા ની રમઝટ ફ્ક્ત ટહુકો.કોમ ઉપર જ .આમ જ નવા તથા જુના ગરબા મુકતા રહેશો. એક ફરમાઈશ છે.જો આપની પાસે ઉપલબ્ધ હોય તો…..
    ફગણીયો રમતો આવિઓ આયો રે આયો ફાગણીયો રમતો આવીયો……..આભાર

  2. ગોકુલ મા એક્વાર આવો તો કાના હવે રાધાને મુખના બતાવસો
    આ ગીત હુ નાનો હ્તો ત્યારે સાભલતો હ્તો આ ગીત કોને ગાયુ

  3. જયશ્રીબહેનનો,હેમાબહેન અને આશિતભાઇનો જય !
    સઁગીતમહાવિદ્યાલય,વડોદરા સાઁભરી આવ્યુઁ આજે તો !
    બધાઁનો ખૂબખૂબ આભાર અને કવિને ખાસ અભિનઁદન !!

  4. જુના ગરબા મા જે મજા આવે તેવિ નવા મા નથિ આવતિ……
    આભાર….
    Can you find and give one old garbo..Amba Aavone maare aanganere, aaje aathamni chhe raatadi…..???if you can it is very nice Garbo…

  5. બધી જ રચનાઓ જેમ હેમાઆશિતની પગ થરથરી ઉઠે તેવી રચના

  6. Superb! This is by far the best one..now what you come up with tomorrow?!! Hema Desai’s lilting voice is amazing..and so is the traditional composition by Ashit Desai.

  7. ગરબા રમવા કરતા સાંભળવાની મઝા અનોખી હોય છે…..

  8. પ્રાચિન ગરબા ની રમઝટ ફ્ક્ત ટહુકો.કોમ ઉપર જ .આમ જ નવા તથા જુના ગરબા મુકતા રહેશો. એક ફરમાઈશ છે.જો આપની પાસે ઉપલબ્ધ હોય તો…..

    ફગણીયો રમતો આવિઓ આયો રે આયો ફાગણીયો રમતો આવીયો……..આભાર

    મયુર ચોક્સી

  9. વાહ…..રોજ એક એકથી ચડીયાતા ગરબા…….
    મઝા પડી ગઈ….
    આભાર જયશ્રીબેન…
    સીમા

  10. વાહ્… જયશ્રિ બેન્…

    Please make a separate category for Garba and put all Garba in to it…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *