મારા જાગરણના સાથી – હસમુખ પાઠક


મારી એકલતા હવે રહી નથી એકલતા.

નીલ આકાશનો ઉઘાડ,
મંદ મંદ હવા,
ઘાસની સુકુમારતા અને ધરતીની હુંફ,
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી.

પોઢી જઇશ ત્યારે ઓઢી લઇશ
તારલિયો અંધકાર,
તારી સ્મૃતિ

3 replies on “મારા જાગરણના સાથી – હસમુખ પાઠક”

  1. તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
    મારા જાગરણના સાથી……..

    મનભાવન કલ્પના…

Leave a Reply to dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *