જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.
તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.
વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.
ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.
સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.
વિવક સર આવિ સુદર રચના જવલે મલે
HI
GM.VERY NICE.
TOUCHY.
વિવેક સર્ , બહુજ સરસ વાત કહિ ચ્હે તમે. સુન્દર રજુઆત્.
its really beautiful
nice rachana..
વીવેક્ભાઇક્યારેક રુબરુ મલવુ પડ્શે,
તોજ ખુશી થાશે
બંધુશ્રી ડો. વિવેક,
ખુબ મનભાવક !
કલમ ધોળે જ્યારે ભરીને શાહીની ખુશી
આવે ત્યારે વણથંભી વણજાર શી ખુશી.
ભાઈ, ખુશી એકલી અટૂલી હોય કે પછી સંઘમા પણ,
તારા પગરવના વાવડની ખુશ્બુ પાઠવે છે ખુશી
આંસુ કેરા તોરણયે પછી તો ટીંગાય છે ખુશી.
ચાંદસૂરજ
nice one !!
Awesome !!!!
સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી. વાહ ડૉ. વિવેક – વાહ…
કંઈ કેટલા દિલ માટે આ સાચુ હશે.
ગાડી તુ આવે કે ન આવે
પણ તારા આગમનના સન્દેશથી આવે છે ખુશી
બહુજ સરસ
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી……
સુંદર
ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.
સુંદર રજુઆત…