આજે ફરી એક મજાનો ગરબો… અત્યાર સુધી જેટલીવાર ગરબા રમવા ગઇ છું, લગભગ અડધોઅડધ વાર તો એવું થયું જ હશે કે પહેલાના પાંચ-છ ગરબામાંનો એક આ ગરબો હોય જ..! કદાચ ગરબાના કલાકારોનો એ ગોઠવેલો એક પછી એક કયો ગરબો ગાવો એનો પણ કોઇ વણલખ્યો ક્રમ હોતો હશે..!! 🙂
સ્વર : હંસા દવે
આરાસુરની અંબિકા, તન ઝૂલે હિંડોળા ખાટ
અવનીના દરબારમાં, રમવા નિસર્યા માત
.
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ રૂડો અવરસનો રંગ
માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહી પાન
માના રૂપની નહીં જોડ, એને રમવાના બહુ કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી
સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી
હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી
1983/1986 at vadodara music college, shri purshotmbhai and shri hansaben dave had a live programme. we requested for this garbo and today at auckland same garbo.enjoyed thoroughly.
many thanks jayshreeben.
પરંપરાગત ગરબો અને તે પણ હંસા દવેની લાજવાબ ગાયિકીમાં..!!
આભાર.
Thank you very much Jayshreeben for such a nice collection of traditional Garbas.
Can not resist listening 2-3 times as soon as I see the post.
Bina Doshi
Australia
khub sundar garabo…
PTC maaa garbano pahelo nambar avelo..
jema me dhol vagadyo hato….!
ghanu yad aavi gau..
thanks JAYUBEN
jayshreeben thankyou verymuch for beautiful garbas on navratri.
ખુબ સરસ.
મન પ્રફુલ્લિત થયુ.
તમારો ઘણૉ ઘણૉ આભાર.
હિતેશ પટેલ
નાગપુર.
સરસ ગરબો.. !
‘રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી’
ગરબા પ્રસંગમાં ગરબા જ શોભે! તમારી પસંદગીને દાદ દેવી પડે. ગરબે રમવા જેવો સરસ ગરબો મુક્યો છે. રોજ નવા નવા ગરબા-રાસ મુકતા રહેશો.
બહુજ સરસ ગરબો ચ્હે બહુજ આભાર જયશ્રિબેન એક ગીત ઘણા વખત થી ફરમાઈશ કરુ છુ,એક્લા જ આવ્યા મનવા એક્લા જવાના સાથી વીના સન્ગી વિના એક્લા જવાના આટ્લી વિનન્તી સ્વિકાર્શોજિ
હુ ઘનો ખુશ થયો હન્સા બેન દવે નો ઓરિઝિનલ અવજ સામ્ભલિને
Wow Jayshree !!!
Absolute traditional in voice of Hansa Davey..
This Nine days try to give more and more of Garba’s & Raas
Regards
Rajesh Vyas
Chennai
દેશી ગરબા ની મજા જ નોખી હોય છે.શેરી ગરબા ની યાદ આવી ગઈ.એક વ્યકતી ગાય અને ગરબે ઘુમતી તમામ બહેનો ગાય .
મયુર ચોકસી…
જયશ્રી,
નમસ્કાર આજે પ્રથમ વખત ગુજરાતી મા લખી રહયૉ છ.
મને લખતા નથી આવડતુ કૉશીશ કેવી છે?
મને તમારી વેબસાઈડ માથી ઘણા કાવ્યૉ અને કવિતાઑ પસન્દ છે.
મારે તે મેળવી હૉય તો શુ કરવુ જોયે.
દરેક વસ્તુ વેચાતી મળતી નથી,અને તેનો આન્ંદ હોતો નથી.
કંદપૅ ત્રિવેદી.
ખૂબ સુંદર અમારી પસમ્દગીનો ગરબો
ઘણોજ સુંદર ગરબો છે. મારા મનપસંદ ગરબાઓમાંનો એક છે. અત્યાર સુધી આ ગરબો શ્રીઅચલભાઈ મહેતાના વ્રુંદના મુખે સાંભળ્યો હતો. હંસાબેનના સ્વરમાં સાંભળવાની પણ ઘણી મજા આવી.
ઉત્કષૅ શાહ
આજે નવરાત્રીનો બીજો દિવસ………
સરસ ગરબો સંભળાવ્યો………
આભાર….
સીમા
ખરેખર એક મજાનો ગરબો
Traditional style in all ways…..