સખીપણાના અભરખા – મુકેશ જોશી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજા તાજા ગુલાબ ઊગે સરખા.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જન્મકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

તમે આંખથી વાદળ છાંટો હું ધારું કે બરખા…
મને તમારા…

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું

તમે બનો મંદિર, અહમના કાઢું હું ય પગરખા…
મને તમારા….

– મુકેશ જોશી

16 replies on “સખીપણાના અભરખા – મુકેશ જોશી”

  1. mukesh bhai joshini rachana gami.khare khar allad nadi hoy ,sundar mahekato baug hoy ,mad matu yauvan hoy to kona avo jiva hoy ke ane avi sakhi mate talsat na hoy.hoyaja etalej kavi hriday palavvit bani sundar rachana nu nirupan kare chhe. maja aavi.

  2. ભદ્રેશ શાહ ની આપ સૌ ને સલામ્,,,,,
    હજુય થાતું તાજા તાજા ગુલાબ ઊગે સરખા.

    હજી તમારા રમતિયાળ એ નદીપણામા ………મારી આખી જન્મકુંડળી વહેતી
    મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી……..સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

    મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા…વાહ … ફ્રેશ થૈ ગયા.

  3. ખૂબ જ સરસ છે;;
    ખરેખર દિલથી કદર કરુ છુ.

  4. “મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
    સ્મરણો વાવી ગુલાબજળની ખેતી”

    fantastic,

    sur

  5. Welldone Jayshree,

    I am amazed how and from where you bring rarest songs!! I am fan of the album MIRAAT, where this song is recorded, also i am fond of the poet. This composition is very soothing….good job !!

  6. Dear Jayshreeben,
    I am very happy that I have registered for TAHUKO. I am really enjoying all the songs specially explanation & comments that follow. Thank You.
    Sincerely Yours

    Dr J N Dalal

  7. રસભરી રચના અને મનભાવન સન્ગીતમય ગાયકી, સર્વેને અભિનદન…..

  8. સુંદર ગીત અવાજ નયનેશભાઈનો અવાજ અસરકારક.મુકેહભાઈની કાવ્ય રચના માટે તો શું કહેવાનુ?
    સપના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *