આવ શબ્દની પાસે.
એક જ પળમાં આખા ભવનો થાક ઉતરી જાશે.
આવ શબ્દની પાસે.
આવ તને હું યાદ કરાવું, તારા હોઠે બોલાયેલા
સૌથી પહેલા એક શબ્દને;
આવ તને હું યાદ કરાવું, હુંફાળા ખોળે ઉછરેલા
મા જેવા એ નેક શબ્દને;
આવ અહીં જો કાલાઘેલા શબ્દો સ્વયમ્ પ્રકાશે.
આવ શબ્દની પાસે.
બાળક જેવા શબ્દો પાસે, પત્થર પાણી પાણી,
ભીતરનો અકબંધ ખજાનો,ખોલી આપે વાણી,
પછી મૌનના મહા સમંદરમાં ભળવાનું થાશે.
આવ શબ્દની પાસે.
ખુબ જ અદભુત……….
‘શબ્દ’ ની બહુ જ કિંમત છે………એટલે જ કદાચ આ શબ્દો થી રમનાર શબ્દો થી રમવા માટે પેદા થયા છે……..
હુ વાત કરુ છું ‘કૃષ્ણ દવે’ ની… હુ એમને રુબરુ મળેલો છું. અને ઘણી વાર સુધી સાથે રહેલો છું. એમને મને એમની રચના ઓ નો સંગ્રહ ‘પ્રહાર’ ભેટ માં પણ આપ્યો હતો.
બહુ જ મજા આવી ગઇ.
જયશ્રીજી, તમારો ખુબ ખુબ આભાર…….
આ સાઇટ Opera માં પણ સારી રીતે જોઇ શકાય છે.
બહેનશ્રી જયશ્રીબેન,
કેટલું સાચું !
શબ્દ વિણ અંતરની ભાવનાઓને ભલા જરકશી જામા કોણ
પહેરાવત ! હેત,પેર્મ,વાત્સલ્ય અને મમતાની વાવણીના
ઊભા મોલને ભલા કોણ ઊતારત ! અરે ખુદ સરસ્વતી પણ
શબ્દવિહોણી શું કરત ? આ ધરા પણ મૌન ધારણ કરી પોતાની
વ્યથા પ્રભુને કેવી રીતે વર્ણ્ત ! અરે શબ્દવિહોણા બધા
મૂલ્યાંકનો ભલા કયા ત્રાજવે તોળાત !
આ જગત જ કદાચ ભાવવિહોણું હોત !
ચાંદસૂરજ
કલ્પના કરો કે જો “શબ્દો” ના હોત તો …
“ભીતરનો અકબંધ ખજાનો,ખોલી આપે વાણી” ..
શબ્દની આવી સરસ કિંમત કરી અને એની અગત્યતા સામે લાવવા બદલ શ્રી કૃષ્ણ દવેને અભિનંદન.
જયશ્રીજી,
તમે દરરોજ નવુ નવુ લાવો છો ગોતી,
સાહિત્યના દરિયામાં થી અવનવા મોતી.
મા જેવા એ નેક શબ્દને…..
સુંદર
આભાર