તમારા અહીં આજ પગલાં થવાના – ગની દહીંવાલા

ગનીચાચાની ઘણી જ જાણીતી ગઝલ… હેમંત કુમાર અને મનહર ઉધાસના સ્વરમાં… એટલે કે duet નહીં, પણ બે અલગ અલગ રેકોર્ડિંગ છે..!! 🙂

સ્વરઃ હેમન્ત કુમાર
સંગીતઃ કિરીટ રાવલ

.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થઈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થઈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે.

– ગની દહીંવાલા

( સાભાર : મીતિક્ષા.કોમ )

25 replies on “તમારા અહીં આજ પગલાં થવાના – ગની દહીંવાલા”

  1. ગનિ દહિવલ નિ હ્રદય નિ લગ્નિઓ ને મન્હર્ભૈ નો સ્વર ગુજરતિ ગઝલ ઇ સરિત અને સગર નો જનેને સન્ગમ્

  2. dear sir i don;t know who create the site but i want to say lots of thanks cause so long time i searching a portel gujarati song thats i find here

  3. બહુ સરસ ગઝલ છે, સાભળવાનિ મજા આવિ ગઇ……

  4. રેસ્મી મુલાય્મ મ્ન્હર્ભાઈ ના અવાજમા ખોવાઈ જ્વાનુ મન થાય

  5. enjoyed very much..
    I douo not have words to described the joy I had, when I surfed this website …I will write in gujarati some other time, as one is alwyas familiar with english key board and i did not had patience to wait to give feedback..
    The joy is so pure and quite ..it helped me to remember good old school days when we brought up listening this songs day and night..
    Congratulation to you all for doing this marvellous, meticulous and herculian task…
    Regards,
    -Nilesh gandhi

  6. હેમન્ત કુમારના સ્વરમા આ ગઝલ પહેલી વાર સાંભળી!

    મનહર ઉધાસના સ્વરમાં મજા જ કંઇક અલગ છે.

  7. સુંદર ગઝલની
    મધુરી ગાયકી
    વિવેકની વાત મઝાની
    તેવી જ લયસ્તરો પર
    વિવેકની યાદ!!
    ધવલભાઇ,
    આ મુક્તક પેલી જાણીતી ગઝલનો જ ભાગ છે ને ? !
    https://tahuko.com/?p=600

  8. સાદ્યંત સુંદર ગઝલ… બંને ગાયકી અને સ્વરાંકન પણ ગમ્યા…

    ..પણ સહુથી વધુ ગમી એક બીજી જ વાત…

    મોટાભાગના બ્લૉગર્સ જાણીતા અને જામી ગયેલા બ્લૉગ્સની જૂની પૉસ્ટ પરથી રચનાઓ કટ-કોપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગ્સને સમૃદ્ધ બનાવતા રહે છે અને આભાર નામનો ઓડકાર ખાવાની પણ તમા રાખતા નથી… ભલભલા ખેતરોમાં ભેલાણ કરી આવતા આવા માતેલા સાંઢોની વચ્ચે જે રીતે કૃતિ ક્યાંક બીજેથી મેળવી હોય તો એ સાઇટની લિન્ક કૃતિ સાથે આપવાની તારી આ પારદર્શિતા વધુ સ્પર્શી ગઈ, દોસ્ત !

  9. હેમન્ત કુમાર ના અવાજ મા મઝા આવી ગઈ..મનહર તો સરસ જ .

  10. આજની કૌટુમ્બિક પરિસ્થિતિનો હૂબહુ ચીતાર આપતો
    ભાવનામય અને આંખો ઊઘાડતા લેખ માટે અભિનંદન.

  11. ખુબજ સુન્દર ગઝલ હેમન્તદાના સ્વરમાં સાંભળવા મલિ.

  12. ગનિ દન્હિવાલા સાહેબનેી ખુબજ સુન્દર રચના અને ગઝલ પન હેમન્ત્દાએ અને મનહરભાઈએ સરસ મજાનો સ્વર આપ્યો.

  13. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
    પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
    ખ્રુબ સરસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *