સ્વર : મનહર ઉધાસ
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
.
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.
ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.
જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.
કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.
મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.
નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.
અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.
પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.
—————-
( ફરમાઇશ કરનાર મિત્ર : મિહિર જાડેજા )
[…] ગઝલમાં તો ઘણા બધા વિચારો સમાવ્યા છે. [ અહીં એ ગઝલ આખી વાંચી / સાંભળી શકશો . ] પણ એનો આ પહેલો શેર આજની વાત માટે […]
ખુબ સુન્દર!!!
સુદર ગઝલ
sir the very Good song i really plesure thanks sir
very nice to listen.
ઘાયલ સાહેબ ખરેખર ખુમારી ના શાયર છે અને મનહર ભાઈએ તેની આબાદ રજુઆત કરી ઔર જુસ્સો આ ગઝલ માં ભર્યો છે.
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.
કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે. શબ્દો નથિ મળતા……….વાહ્!
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
મજ્હા આવિ ગૈ
મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.
ઘાયલ્ થૈ ઘયા ભૈ
i love this web site. and many thanks to all of them who did efforts for this web site
tnx
mayur
Really word are too poor to describe the words written by Amrut ‘GHAYAL’. Shri Manahr Udas has sung very nicely.
I enjoyed.
My heartlily thanks to both writer & singer respectively.
Vinod Trivedi, Irving. TX. USA
….તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું…..
…મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે….
મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.
નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
..Wonderful and brave…
we are very thankful & oblige for your love & affection shown to Amrit ghayal saheb
Family members
‘ઘાયલ’સાહેબના પરિચિત ખુમારી ભરેલા અંદાજમાં લખાયેલી આ ગઝલ અનેક વાર સાંભળી હશે. દરેક વાર સાંભળ્યા પછી એક જ ઈચ્છા થાય છે કે ફરી એક વાર – હું પણ સાંભળુ અને બીજાને પણ સંભળાવુ. કદાચ એનો થોડો ઘણો શ્રેય મનહર ઉધાસસાહેબને પણ આપવો રહ્યો. આ રચનામાં ‘ઘાયલ’સાહેબની લખાણની શૈલીને જાણે તેમણે સૂર અને સ્વર દ્વારા વધુ અસરકારક બનાવી છે. ખુબ-ખુબ આભાર જયશ્રીનો આ ગઝલ વંચાવવા-સંભળાવવા બદલ.
ખુબ જ ગમી,
અમે સહુ કહેશું જયશ્રી એ કરામત કરી છે…..
સુંદર ગીત!
શબ્દ ને સ્વરે જુગલબંધી કરી છે,
રાગ ને તાલે અહીં સંધી કરી છે,
‘અમૃતે’ સભાને ‘ઘાયલ’ કરી છે,
તમે ય કહેશો કરામત કરી છે.
ખુવારી મહીં એ ખુમારીની વાતો……
‘ઘાયલ’ સાહેબના શબ્દ, મનહર ઉધાસનો સ્વર!
વાહ! ક્યા કહેના!
જયશ્રી અને મિહિર -આપનો ખૂબ ખૂબ આભાર!