આભમાં – મણિલાલ દેસાઈ

આ ગીત વિશે ધવલભાઈનું કહેવું છે કે–
આ ગીત કાનથી વાંચવાનું ગીત છે. ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

તો મિત્રો, આજે આપણે કાનથી જ આ ગીતને વાંચીએ… 🙂

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

(સાભાર લયસ્તરો પરથી…)

11 replies on “આભમાં – મણિલાલ દેસાઈ”

  1. ખૂબ સરસ ગીત્ આ ગીત વાઁચી ને school ની યાદ આવી ગઈ. અમને આ કવિતા બાલ્ભારતી ધોરણ ૬ મા હતી.

  2. સુંદર ગીતરચના…

    ધવલે કહ્યું એમ લય જ એટલો પાક્કો છે કે કવિતાની પાછળથી ઊઠતો અદૃશ્ય શબ્દ તમને રોમેરોમ ભીંજવી દે છે…

  3. “વાત કે’વાને થડના કાનમાં
    ડાળ જ્યાં જરાક ઝૂકી,
    તોફાની પેલી ચકવાટોળી
    ચટાક દઈને ઊડી.
    પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !”

    સુંદર શબદ રચના
    સરી મણિલાલ દેસાઇ ની બહુજ સરસ રચના છે.
    આભાર બહેન,
    રમેશ પંચાલ

  4. જય્શ્ર્,

    કવિ શ્રિ મનિભાઇ નિ રચ્ન ખુબજ પસન્દ આવિ
    મેઘ વર્શ તે સમયે થતો પવન ખરેખર વાશદિ સુર જેવો લગે,

    આભાર્

    શાન્તિલાલ્

  5. કોયલનુ કુઉ કુઉ અને કબુતરનુ ઘુઉ ઘુઉ બાબત કોઈ કવિતા વાચી હોવાનુ સ્મરણ થઈ આવ્યુ, સરસ ગીત……

  6. કાનથી આ ગીત વાંચ્યુ અને સુધ બુધ ખોઈ.મણીલાલ શબ્દ સાથે જબરી સાત તાળી રમતા અને વાચકનૅ રમાડતા હતા.
    યાદ કરો પેલી યાદગાર રચના, “આંગણે ઉભી સાંભળુરે બોલ વાલમ ના.”
    જુઓતો ખરા આ કાવ્યમાંની તેમની કરામત્,

    જલની જાજમ પાથરી તળાવ
    ક્યારનું જોતું વાટ:
    કોઈ ના ફરક્યું કાબરકૂબર
    સાવ રે સૂના ઘાટ !
    એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.
    આફ્રરીન….

  7. Indeed a nice poem…
    Could you please post following song on your portal?

    Aavada te urni mandavi te shi vaat
    Aavada te urni chhandvi te shi vaat

    Ko same ena aabhama pelu
    Rang bharu prabhat..

    Piyush Shah

  8. “પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે!”

    શબ્દો બધા સરસ ગોઠવ્યા છે. સરસ ગીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *