વાત કયાં ક્યારેય પૂરી થાય છે?
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝિલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
– ને અચાનક સાંજ ઢળતી જાય છે.
-નીતિન વડગામા
પરમ આદરણિય્
નીતિન વડગામાસર
ગજલ ખુબ જ સુન્દર ૯૯૨૫૫૪૩૯૬૪
ઉલા મિસરામાં કાફિયાનો ઉપયોગ અને આખા સાની મિસરો જ રદીફ… આટલા બંધનમાંયે કવિએ ગઝલની ગઝયલિયત ખૂબ જ સુંદર રીતે જાળવી છે.
સરસ ગઝલ.