રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે…

સ્વર : ? ગીતકાર : ? સંગીતકાર : ?

( વડોદરાના રિષભગ્રુપના ગરબાઓની એક CDમાં આ ગીત છે, પણ એના પર ગીતકાર, ગાયક કે સંગીતકારની કોઇ માહિતી નથી )
krishna_PG21_l

.

રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે
ડામર ગોળી મુકતા કેટલા અવસરિયા ગઇ ચૂકી રે

કાબર ચિતરી ગાયો ચારી, મોહન પાછા વળશે રે
મોહન પાછા વળશે એના વાવડ કોને મળશે રે

આંખ્યુંની આ ગમાણમાંથી ખિલા છોડી ભાગી રે
આસુંની ગાયોની સાથે મોહન મુરલી વાગી રે

19 replies on “રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે…”

  1. THIS SONG IS SUNG BY SACHIN LIMAYE & CHOKSI SISTERS MUSIC IS BY BRIJBHAI JOSHI RECORDED AT MUSIC CENTRE, ANAND

  2. આંખ્યુંની આ ગમાણમાંથી ખિલા છોડી ભાગી રે
    આસુંની ગાયોની સાથે મોહન મુરલી વાગી રે..!
    મનગમતી મોહનની પ્રેમાળ છબી..ને મન ને ગમી તે પંક્તિ..!

  3. આ ગીત કવિ શ્રી અનિલ જોશીની રચના છે. કાવ્ય સંગ્રહ અમે બરફના પંખી

  4. “રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે
    ડામર ગોળી મુકતા કેટલા અવસરિયા ગઇ ચૂકી રે”

    વાહ! કેટલી સંવેદનશીલતા છે આ નાના અમથા કાવ્યમાં!
    રેશમી લૂગડાં – જે સારા અવસરોપર જ પહેરાય – એને સાચવવા
    એમાં ડામરની ગોળી મુકતા એક કે બે ક્ષણ લાગે પણ આ લૂગડાં
    સુખદ અવસરો સાથે સંકળાયલા છે અને જીવનના પોતમાં સુંદર
    યાદો વણવાના નિમિત્ત બન્યા છે. ગોળી મુકવાની એક -બે ક્ષણોમાં
    આ અવસરોની કેટલી સુંદર યાદો મનમાં ધસી આવે છે,

    આ સુખદ અવસર એટલે શ્રીકૃષ્ણ, એની મધુર સ્મૃતિઓ એટલે પેલી
    કાબરચીતરી ગાય અને અને હૈયામાં પ્રગટતો આનંદ જે આવનારા
    સુખદ અવસરના એંધાણ આપે એ શ્રીકૃષ્ણની વાંસળીના મધુર સ્વર!
    અવસર/ ઘટના નાની હોય કે મોટી પણ એમાંથી ઉત્પન્ન થતું સુખ
    લાંબા સમય સુધી હૈયાને હૂંફ અને આનંદ આપે છે અને બાંસુરીના
    સુર જેવું મધર લાગે છે.

    ગાયો ચરાવવા ગયેલાં શ્રીકૃષ્ણ પાચા આવશે પણ ક્યારે આવશે
    અને તેમના આવવાની ખબર કોણ આપશે તેમજ મનગમતા
    અવસર ક્યરે આવશે અને તેની અગમચેતી શી રીતે થશે-
    એવી મૂંઝવણ કવિના મનમાં થતી હોય એમ લાગે છે, નહીં?
    વાહ ! કવિ, વાહ.
    શિવાની મ. શાહ

  5. ડામર ગોળી હોય કે શ્યામ હોય પણ મને ખુબ ગમ્યુ. આ તમામ ગરબા ઘણા વખત પછી સાંભળવા મળ્યા. તમારો ખુબ ખુબ આભાર.

  6. Here ‘Damar Goli’ means kind of pills used to store silk cloths for long time. The pills are made from Phenolics compound. (usally milkish white color)

  7. મોહન મોરલિ વાળા ના જમાના મા ગાય દુધ નિ વાતો શાંભળિ છે પણ ડમર નિ ગોળિ નિ વાત તો આજે જ જાણવા મળિ…..અજબ ગજબ ?????

  8. Yes I Sachin Padhy.. this garba was originally sung by Ravin Nayak years back (used to Perform at Vimal Society), but he was really fantastic at this types of songs. Anybody who is having his collection plz post it….

  9. ગોળીનો એક અર્થ ઘડા જેવું પાણી ભરવાનું પાત્ર એવો થાય છે.
    પણ ડામરની ગોળી ?!! અર્થ નથી બેસતો…..!!

  10. આ ગિત નો ભાવાર્થ બતાવ શો (વિભા ત્રિવેદિ)

  11. રેશમિયા લૂગડા, ડામરની ગોળી અને મોહન ! કાંઇ જામ્યું નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *