(Photo : http://www.omniplan.hu/)
ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.
કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.
એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.
– પન્ના નાયક
ટહુકો પર આજકાલ વરસાદ જોરમાં છે… સુરતમાંય ચોમાસું જામ્યું છે, હં…
વાહ, મજાનું ગીત…
બહાર પણ
આવું જ વાતાવરણમા
વર્ષા ગીત અનુભવ્યુ !
વર્ષાગીતનુ વરસાદમા સ્વાગત છે……
સરસ વર્ષા ગીત.
પન્નબેન્,
જાને આત્મ્વિલોપન કરિને નિચોદ કાધ્યો……
વિચાર કર્તો કરિ મુક્યો.