સ્વર : સોલી કાપડિયા
.
સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.
એમાં જો કોઇ ભાગ ન લે મારી શી કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.
કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.
2-4. Chiz se jeni asat se..
Lets distribut them….
Thx for information.
પ્રેમ નિ કોરિ કિતાબ વાહ
સરસ રચ્ના
..કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે…
..સાચે જ…
aavuj kai che jindgi maa
કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
જનાબ અબ્બાસ અબ્દુલઅલી વાસીને (મરીઝને) મારી હ્દયપુર્વકની શ્રધાજલિ..
Sanjaybhai,
Thank you for letting me know about the error. I have added the correct song, and now it should play the song listed here.
Jayshree
જયશ્રી બેન,
લીંક અને ગઝલ અલગ અલગ છે.
This song sung by soli kapadia in his album” Prem Atle Ke ” By the ways jayshree ben pl. start also site on gadhya Vibhag. Add principles, thoughts, autobigraphy of prominent author.
Thank you Jagrut for letting me know about this error.
I will correct it soon.
i think der is sum prob in this song. sung by kapadiya ji is diffrnt den written over here.
i heard “pakdo kalam ne koi pale em pan bane”..
મારે આ ગિત જોઇએ તો સુ કરુ??
MY ID IS
bluffmaster_vaibhav@yahoo.co.in
please send me this song..i’ll be very thankful 2 TAHUKO..
Vivekbhai has provided an accurate defination of “zaahid”. Jay, remember there is a strong influence of urdu in gujarati ghazals. Definations of many of such urdu words may be found in urdu dictionary at http://www.ebazm.com. Search for “zaahid”.
And dear Urmisagaar, કવિનું તખલ્લુસ “મરીઝ” છે.
વિવેકભાઇ, તમારી ‘ઝાહિદ’ વિષેની સુંદર સમજૂતિ બદલ ખૂબ ખૂબ આભાર.
ઉર્દુ-ગુજરાતી શબ્દકોષ ની શોધ માં છું. એની કોઈ વેબ સાઈટ તમારાં કોઈ ના ધ્યાન માં હોય તો જરૂર થી જણાવશો. જય
“ઝાહિદ” એટલે ધર્મગુરુ, તપસ્વી, ત્યાગી, વિરક્ત, ભક્તિમાં લીન.
ખુબ સરસ ગઝલ
હરસદ જાગલા યુએસએ
સ-રસ છે… આવી ગુજરાતી કવ્વાલીઓ(!) બહુ ઓછી સાંભળવામાં આવે છે…
I think… ‘ઝાહિદ’ એ કવિનું તખલ્લુસ છે… આખું નામ મને યાદ નથી.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.
વાહ વાહ jayshre વાહ વાહ
આ શબ્દો માટે તો શબ્દો જ મલતા નથી..
‘ઝાહિદ’ નો અર્થ સમજવાનો પ્રયત્ન કરું છું.
‘કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.’ એમાં કઈ ભુલ તરફ અંગુલિનીર્દેશ કરાયો છે?
છબી ધ્યાનપુર્વક જોતાં ‘કોરી કિતાબ’ ની જ જણાય છે. જયશ્રી, તેં આ છબી કેવી રીતે શોધી? બહુ જ સરસ. જય.